Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સુખરામનગરમાં પતિ સાથે ઝઘડો થતાં સંગીતા હેરડાઇ પી ગઇ

રાજકોટ તા. ૩: કોઠારીયા રોડ પર સુખરામનગરમાં રહેતી સંગીતાબેન સંદિપ વર્મા (ઉ.૩૬) હેરડાઇ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. સંદિપ મુળ યુપીનો છે અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ સંદિપ કલરકામ કરે છે. બંને વચ્ચે ચડભડ થતાં સંગીતાએ હેરડાઇ પી લીધાનું સંદિપના મિત્રએ જણાવ્યું હતું.

શિતલે ફિનાઇલ, લક્ષ્મીએ ઝેરી દવા પીધી

અન્ય બનાવમાં પોપટપરા વેર હાઉસ પાછળ રહેતાં ધીરૂભાઇ તલસાણીયાની કિદરી શિતલ (ઉ.૧૫) ફિનાઇલ પી જતાં અને ગોકુલધામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતી  લક્ષ્મી મોનુ લુહાર (ઉ.૨૩) ઝેરી દવા પી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર અને માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. બંનેએ સાંજે જ રજા લઇ લીધી હતી.

(1:17 pm IST)