Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

રાજકોટ કા રાજા ગણેશોત્સવનું રાજાશાહીની જેમ શાહી સ્થાપના

ધનસુખ ભંડેરી દંપતિના હસ્તે મહાઆરતી : આજે સાંજે શિવતાંડવ - આદિવાસી નૃત્ય

રાજકોટ : અહિંના શાસ્ત્રી મેદાન ખાતે રાજકોટ કા રાજાના લોકદરબારમાં રાજાશાહી તરીકે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી અને  શ્રીમતી કૈલાશબેન ભંડેરીના હસ્તે ગણપતિદાદાની મૂર્તિની સ્થાપના કરી મહાઆરતી કરવામાં આવી હતી. રાજકોટની જાહેર જનતાએ બહોળી સંખ્યામાં ભાગ્યવિધાતા મહાઆરતીનો લાભ લીધેલ.

આજે સાંજે ૭:૪૫ કલાકે ભાગ્યવિધાતા મહાઆરતી અને ત્યારબાદ ૮:૩૦ કલાકે દેવાધિદેવ મહાદેવના દેશ-વિદેશ પ્રખ્યાત શિવ તાંડવ તથા ગીરમાથી આવેલ આદિવાસી સમાજના વ્યકિતઓ દ્વારા ૯:૩૦ કલાકે આદિવાસી નૃત્ય કરવામાં આવશે. ત્યારબાદ નાના બાળકોનો ટેલેન્ટ શો તથા ડાન્સ કોમ્પીટીશન કરવામાં આવશે.

જયારે તા.૫ના ગુરૂવારના રોજ સાંજે ૭:૪૫ કલાકે ભાગ્યવિધાતા આરતી બાદ ૮:૩૦ કલાકે પ્રખ્યાત એવા રાજભા ગઢવી રાજકોટ કા રાજા શાસ્ત્રી મેદાનમાં સાહિત્યકાર શૈલીમાં હાસ્યનો હલવો પીરસશે. આવતા દિવસોમાં રાજકોટ કા રાજા લોક દરબારમાં અવનવા કાર્યક્રમો જેમ કે શ્રીનાથજી ઝાંખી, આઠ સમાના દર્શન, ૧૦૮ ભાગ્યવિધાતા મહાઆરતી રોજબરોજ વિનામૂલ્યે અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

આ આયોજનને સફળ બનાવવા ભાજપના વોર્ડ નં.૧ના કોર્પોરેટર અને રાજકોટ મહાનગરપાલિકાના સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન શ્રી આશિષ વાગડીયા (મો.૮૦૦૦૦ ૧૧૧૧૯), રાજભા ઝાલા, રાજુ કીકાણી, પુનિત વાગડીયા, બલી ભરવાડ, એલીસ રાઠોડ, રાજ રાઠોડ, મૌલેશભાઈ, વિરૂભાઈ રાજપૂત, પાર્થરાજ સોલંકી, આલીમ બેલીમ, નકાભાઈ, ઘોરાભાઈ, સુરાભાઈ, અવિ મકવાણા તથા રમેશભાઈ વાગડીયા, નિલેશ વાગડીયા, મયુર વાગડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:13 pm IST)