Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

મ્યુ.કોર્પોરેશનનાં પદાધિકારીઓ દ્વારા ૧૦૫ સફાઈ કામદારોને નોકરીના ઓર્ડર અપાયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદાર તરીકે નોકરી કરતા અને જેને ૨ વર્ષ નોકરીને બાકી હોય, તેવા સફાઈ કામદારો સ્વૈચ્છિક રાજીનામું આપે તેમના વારસદારને નોકરીમાં લેવાનું તેમજ ચાલુ ફરજે અવસાન પામેલા તેવા સફાઈ કામદારના વારસદારને નોકરીમાં લેવાનું મંજુર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજરોજ સ્વૈચ્છિક રાજીનામા માટેના ૯૦ વારસદારોને તેમજ ચાલુ ફરજે અવસાન પામેલ ૧૪ સફાઈ કામદારના વારસદારોને અને પાર્ટ ટાઈમ તરીકે ફરજ બજાવતા એક સફાઈ કામદારને પાર્ટ ટાઈમમાં ૧૮૦૦ દિવસ પુરા કરેલ છે, એમ કુલ ૧૦૫ વ્યકિતને સફાઈ કામદાર તરીકે નોકરીના ઓર્ડર આપવાનો કાર્યક્રમ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ પદે યોજવામાં આવેલ. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, પૂર્વ દંડક રાજુભાઈ અદ્યેરા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, પર્યાવરણ અધિકારી નીલેશભાઈ પરમાર, આસીસ્ટન્ટ મેનેજર રામાનુજ, પૂર્વ કોર્પોરેટર કરશનભાઈ વાદ્યેલા, શામજીભાઈ ચાવડા, જયશ્રીબેન પરમાર, રાજકોટ શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, મુકેશભાઈ પરમાર, વોર્ડ નં.૦૩ના પ્રમુખ હેમુભાઈ પરમાર તેમજ વાલ્મિકી સમાજના અગ્રણીઓ તથા લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહેલ હતા.આ અવસરે, ઉપસ્થિત સૌ મહેમાનોના ્ હસ્તે તમામ લાભાર્થીઓને મો મીઠા કરાવી નોકરીના ઓર્ડર આપવામાં આવેલ. આ પ્રસંગે, વાલ્મિકી તથા દલિત સમાજના અગ્રણીઓ દ્વારા તમામ પદાધિકારીઓનુ બુકે દ્વારા સ્વાગત કરેલ અને આજરોજ સૌથી વધુ સફાઈ કામદારોને નોકરીના ઓર્ડર આપવા બદલ આનંદની લાગણી વ્યકત કરેલ.

(3:59 pm IST)