Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

જીનિયસ સ્કુલમાં ગૌશાળાનો શુભારંભ

રાજકોટઃ જીનીયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સની જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ હંમેશા અનોખા પ્રકલ્પો કરવા જાણીતું છે. આજના સમયમાં અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરવા છતાં વિદ્યાર્થીઓને સામાજીક અને ધાર્મીક સંસ્કારોનું સીંચન કરવા માટે જીનિયસ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલના પરિસરમાં ગૌશાળા સ્થાપવાનો વિચાર સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતાને આવ્યો અને તા. ર૬ જુનના રોજ તેમના જન્મ દિવસના અનુસંધાને રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના વલ્લભભાઇ કથિરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગૌશાળાનો અર્પણ સમારંભ યોજાયો. આ ગૌશાળાનું નિર્માણ ''શાલા મેં ગૌશાલા'' અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે. આ ગૌશાળા અત્યંત આધુનિક અને સુવિધાઓ સભર છે, જે આવનાર દિવસોમાં અન્ય શાળાઓ માટે એક મોડેલ ગૌશાળાનું કામ કરશે અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને ગૌશાળાનું નિર્માણ કરવા પ્રેરણાસ્ત્રોત બની રહેશે આ ગૌશાળા સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ ગૌમાતાના સાંસ્કૃતિક સામાજીક અને આર્થિક મહત્વને પ્રસ્થાપીત કરવાનો છે. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સિન્ડીકેટ મેમ્બર ડો. મેહુલભાઇ રૂપાણી, અજયભાઇ પટેલ, ભરતભાઇ ગાજીપરા, જતીનભાઇ ભરાડ, ડી. કે. વાડોદરીયા, અવધેશભાઇ કાનગડ, સુદીપભાઇ મહેતા, ડી. કે. આર. બલદાણીયા, રમેશભાઇ ઠકકર, દાસભાઇ તન્ના, હિમાંશુભાઇ ગોસ્વામી, મીતલભાઇ ખેતાણી, નરેન્દ્રસિંહ જાડેજા, નીરૂભા વાઘેલા, જીમ્મીભાઇ અડવાણી અને વિજયભાઇ કોરાટે પ્રેરણાત્મક હાજરી આપી હતી અને જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના ગૌશાળા સ્થાપવાના પગલાને બિરદાવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા, જયભાઇ મહેતા અને સી.ઇ.ઓ. ડીમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં શ્રીકાંત તન્ના, કાજલબેન શુકલ, પ્રજ્ઞાબેન દવે, વિપુભાઇ ધવા, દર્શનભાઇ પરીખ, હિના દોશી, મનિન્દરકૌર કેશપ, શ્રી રેના કોટક, મનિષા રૂઘાણી, દ્રીષ્ટી ઓઝા અને શ્રી બંસી ભુતે જહેમત ઉઠાવી હતી.

(3:52 pm IST)