Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

બજરંગદળ દ્વારા યુવાનો માટે સોમવારથી ૬ દિવસ માર્શલ આર્ટનો નિઃશુલ્ક કેમ્પ

રાજકોટઃ તા.૩,બજરંગદળ રાજકોટ મહાનગર દ્વારા સ્વરક્ષણ તાલીમ માટે  જુડો કરાટે, માર્શલ   આર્ટની તાલીમ આપવામાં આવશે. બજરંગદળ દ્વારા રાષ્ટ્ર માટે સમર્પિત યુવાનોને સંસ્થામાં જોડી અને સમાજ હીત, રાષ્ટ્ર હીતના કાર્યમાં સામેલ કરવામાં આવે છે. દેશ અને સમાજના રક્ષણ સાથે સ્વરક્ષણ પણ એટલું જ જરૂરી છે. સશકત યુવાન જ આપણા દેશની આવતી કાલ  છે. આમી, પોલીસ વિભાગ, એસ, આર.પી., રેલ્વે, હોમગાર્ડ કે રમત ગમત ક્ષેત્રે પોતાની કારર્કીદી બનાવવા ઈચ્છતા યુવાનો માટે શરીર સૌષ્ઠવ ખુબ જ જરૂરી છે. આ વિચારધારાને કેન્દ્ર સ્થાને રાખીને બજરંગદળના રાજકોટ મહાનગર એકમ દ્વારા તા. ૬ મે થી ૧૨ મે સવારે ૬  થી ૭  એક કલાકના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં (મહષા કરાટે એકડમી) ના થર્ડ ડિગ્રી બ્લેક બેલ્ટ ધારક શ્રી નયનભાઈ ચાવડા અને તેમની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવશે. આ કેમ્પમાં ૧૫ વર્ષથી વધુ વયના કોઈપણ યુવાનો નાત-જાતના ભેદભાવ વગર આ તાલીમમાં જોડાઈ શકે છે.

 આ તકે બજરંગદળના ઉપસ્થિત અગ્રણીએ જણાવ્યું હતું કે, આજ ના યુવાનોમાં દેશ દાઝ અને માતૃભૂમિ માટે કાંઈક કરવાની ભાવના પ્રબળ બની છે. આજનો યુવાન જાગૃત બન્યો છે અને જયારે પણ રાષ્ટ્રપ્રેમની વાત આવે ત્યારે હરહંમેશ તૈયાર રહે છે. ત્યારે તે શારીરિક રીતે પણ સક્ષમ હોવો જરૂરી છે. આજના સમયમાં વગર હથીયારે સ્વરક્ષણ પુરૂ પાડતું જુડો-કરાટે જેવી માર્શલ આર્ટની ટેકનીક અન્ય દેશોએ ખૂબ પ્રભાવી રીતે અપનાવી છે. આપણા સમાજમાં પણ ખૂબ જાગૃતિ આવી હોવાથી કિશોર વયથી લઈને યુવાનો સુધી તમામ આ ટેકનીકની તાલીમ ઘણો ખર્ચ કરીને પણ મેળવવા માટે ઈચ્છુક હોય છે. કોઈ વર્ગના યુવાનો આ ટેકનીક શીખવા ઈચ્છતા હોવા છતાં આર્થિક મર્યાદા નડે છે અને આ ટેકનીકનો લાભ લઈ શકતા નથી. એ માટે જ બજરંગદળના સંયુકત ઉપક્રમે કોઈપણ જાતના ભેદભાવ વગર તમામ વર્ગના ૧૫ થી ૫૦ વર્ષની વયના પુરૂષો આ કેમ્પમાં જોડાઈને સ્વરક્ષણની અતિ શ્રેષ્ઠ તાલીમ તદન નિઃશુલ્ક લઈ શકે છે. આ કેમ્પમાં પરંપરાગત ડ્રેસ પણ ફરજીયાત નથી. રાજકોટના જીલ્લા પંચાયત ચોક ખાતે શીવાજી મહારાજના સ્ટેચ્યવાળા ગાર્ડન ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

  આ કેમ્પમાં મર્યાદિત સંખ્યામાં પ્રવેશ હોવાથી ઈચ્છુક યુવાનો વહેલીતકે પોતાનું નામ  નોંધાવી લ્યે એ ઈચ્છનીય છે. આ કેમ્પમાં જોડાવવા માંગતા લોકોએ બજરંગદળ રાજકોટ મહાનગર કાર્યાલય : ૮ મીલપરા, ખાતે પોતાનું નામ નોંધણી કરાવવું જરૂરી છે. વધુમા માહિતી માટે જીલ્લાના સંયોજક શ્રી વનજરાભાઈ ચાવડા : મો. નં. ૯૩૨૮૬ ૮૩૮૮૩ તેમજ શ્રી હર્ષદભાઈ સરવૈયા : મો. નં. ૭૮૭૪૬ ૮૨૮૭૧ સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.

 તસ્વીરમાં વનરાનભાઇ ચાવડા, હર્ષદભાઇ સરવૈયા, મહાવીરસિંહ ચાવડા, અંકિતભાઇ વેકરીયા, ધનરાજભાઇ રાઘાણી, હેનીલભાઇ પરમાર, નયનભાઇ ચાવડા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:44 pm IST)