Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

હરબટીયાળીમાં અખાત્રીજે લેઉવા પટેલ સમાજના સમુહલગ્ન

તા. ૭ ના મંગળ અવસર : ૬૨ યુગલો પ્રભુતામાં પગલા પાડશે : વૃક્ષારોપણ, રકતદાન કેમ્પ અને રકતતુલાનું પણ આયોજન

રાજકોટ તા. ૩ : સમાજીક ક્રાંતિ સાથે કદમ મિલાવી રહેલ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ટંકારાના હરબટીયાળી ખાતે અખાત્રીજે પ્રથમ સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના આગેવાનોએ જણાવેલ કે હરબટીયાળી ખાતે તા. ૭ ના અખાત્રીજના મંગળવારે આયોજીત આ સૌપ્રથમ સમુહલગ્નનું આયોજન થયુ છે. જેમાં આસપાસના ગામોના પાટીદાર સમાજના લોકોનો પુરો સહયોગ મળી રહ્યો છે.

એક જ સમીયાણા હેઠળ ૬૨ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. તમામ દીકરીઓને  દાતાઓના સહયોગથી જીવન જરૂરી ઘરવખરીની તમામ વસ્તુઓ કરીયાવરમાં અપાશે.

અહીં ઉલ્લેખનીય છે કે આ સમુહલગ્નમાં ૧૩ દિકરીઓ તો એવી છે કે જેમાં કોઇએ પિતાનુ તો કોઇએ માતાનું છત્ર ગુમાવેલ છે. આવી દિકરીઓને સાસરે વળાવતા આયોજકોની આંખો પણ ભીની બની રહી છે.

સમુહલગ્નની સાથે સેવા પ્રવૃત્તિના ભાગરૂપે રકતદાન કેમ્પ રાખેલ છે. જેમાં સંસ્કારધામ બ્લડ બેંક મોરબી, રેડક્રોસ બ્લડ બેંક રાજકોટ, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંક રાજકોટના સહયોગથી ૧૦૦૦ બોટલ રકતદાનનો લક્ષ્યાંક રાખવામાં વ્યો છે. કેમ્પ પુર્ણ થયેલ સમાજ શ્રેષ્ઠીઓની રકતતુલા કરાશે.

તમામ રકતદાતાઓને ટંકારા ખોડલધામ સમિતિ દ્વારા આકર્ષક ગીફટ આપી પ્રોત્સાહીત કરાશે.

પર્યાવરણલક્ષી પગલાના ભાગરૂપે દરેક વર કન્યાના હસ્તે વૃક્ષારોપણ પણ કરાશે.

આમ હરબટીયાળીના આંગણે આવેલ અમુલા અવસરથી અનેરો ઉમંગ છવાયો છે. આસપાસના ગામોના લોકો સાથે મળી સમગ્ર આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

સમારોહના મુખ્ય અધ્યક્ષ સ્થાને ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન અને પ્રમુખ નરેશભાઇ પટેલ તેમજ ઉદ્દઘાટક તરીકે રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, જ્ઞાતિ રત્ન મહેશભાઇ સવાણી, ગોપાલભાઇ વસીરપરા, શિવલાલભાઇ વેકરીયા, રજનીકાંતભાઇ ડી. પટેલ, ગોવિંદભાઇ ખુંટ, જમનભાઇ તારપરા, શીવાભાઇ ગઢીયા, વલ્લભભાઇ રામાણી, કે. પી. ભાગીયા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મધુબેન અશોકભાઇ સંઘાણી, મોરબી જિલ્લા પંચાયત સભ્ય ગીતાબેન દુબરીયા, રાજકોટના કોર્પોરેટર રેખાબેન ગજેરા વગેરે ઉપસ્થિત રહી નવવિવાહીત યુગલોને આશીર્વચનો આપશે.

આ પ્રથમ સમુહલગ્નોત્સવનો શ્રેય નરેન્દ્રભાઇ પરસોતમભાઇ સંઘાતને મળે છે. તેઓએ સામાજીક ક્રાંતિ અને વૈચારીક અભિગમ દ્વારા આયોજનના બીજ રોપેલ.

સમગ્ર આયોજનને સફળ બનાવવા નરેન્દ્રભાઇ સંઘાણી (મો.૯૮૯૮૦ ૯૫૬૦૨), અશોકભાઇ પટેલ જય ગણેશ ગ્રુપ, બેચરભાઇ ઢેઢી (મો.૯૮૨૪૨ ૮૪૫૭૬), ભીખાભાઇ સંઘાત, હરેશભાઇ ભાગીયા, કાનજીભાઇ ભાગીયા, રામજીભાઇ સંઘાણી, અશ્વિનભાઇ ઢેઢી, અતુલભાઇ ભાગીયા, રમેશભાઇ ઢેઢી, જીતેન્દ્રભાઇ ગોસરા, વસંતભાઇ ચૌધરી, ગણેશભાઇ નમેરા, રાજુભાઇ જુંજા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે સમગ્ર સમુહલગ્ન આયોજનની વિગતો વર્ણવતા સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:43 pm IST)