Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

થોરાળા વિસ્તારના સદ્દગુરૂનગરમાંથી ૧૨૦ બોટલ દારૂ સાથે રિક્ષા પકડાઇ

સંજય સરવૈયા પોલીસને જોઇ રિક્ષા અને દારૂ મુકી ભાગી ગયો

રાજકોટ તા. ૩: પ્યાસીઓમાં દારૂની ભયંકર તંગી વર્તાઇ રહી છે ત્યારે શહેરમાં ફરીથી નાના બુટલેગરો સક્રિય થયા છે. પોલીસે પણ દરોડા યથાવત રાખ્યા છે. થોરાળા પોલીસની ટીમે સદ્દગુરૂનગર-૧માંથી રૂ. ૪૮૦૦૦નો ૧૨૦ બોટલ દારૂ (ડ્રાય જીન) ભરેલી રિક્ષા કબ્જે કરી છે.

પોલીસે બાતમી પરથી સદ્દગુરૂનગર-૧માં દરોડો પાડતાં અહિ જ રહેતો સંજય મોહનભાઇ સરવૈયા જીજે૩એયુ-૪૯૪૫ નંબરની રિક્ષા મુકી ભાગી ગયો હતો. જેમાંથી જીનની ૧૨૦ બોટલો મળી આવતાં તે તથા ૬૦ હજારની રિક્ષા મળી રૂ. ૧,૦૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એચ. એચ.એલ. રાઠોડ અને ઇન્ચાર્જ પી.ડી. જાદવની રાહબરીમાં એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ, કોન્સ. આશિષભાઇ દવે, સહદેવસિંહ જાડેજા, વિજય મેતા, ભરતસિંહ પરમાર, કનુભાઇ ઘેડ, નારણભાઇ ભરવાડ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે આશિષભાઇ અને સહદેવસિંહની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

(3:39 pm IST)