Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

'સાહિત્ય સેતુ'એ યોજયો સફળ કાર્યક્રમ, નવી પેઢીને લોકગીતો તરફ આકર્ષવા પ્રયાસ

સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા,લીલો છે રંગના છોડ રંગમાં રોળ્યા, વાલમિયા... : 'ચાંદો ઉગ્યો ચોકમાં' રસદર્શન સાથેના પુસ્તકના બદલ નિલેષ પંડ્યાનું સન્માન

'દીકરાનું ઘર'વૃધ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ સંસ્થઆ દ્વારા 'લોકગીતોનો વૈભવ વારસો'નામથી કાર્યક્રમ, યોજાયેલ તે પ્રસંગની તસ્વીરમાં લેખક નિલેષ પંડ્યા 'ચાંદો ઉગ્યો ચોકમાં'  પુસ્તકનું શાબ્દિક રસદર્શન કરાવી રહ્યા છે. અન્ય અગ્રણીઓ ઉપસ્થિત છે.

રાજકોટ તા.૩: સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃતિઓ કરતી સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા આપણા ગુજરાતમાં લોકગીતોનો અખુટ ભંડાર છે જેનાથી નવી યુવા પેઢી માહિતગાર થાય તે માટે લોકગાયક નિલેશ પંડ્યા સંકલિત ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તકના રસ દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અંદાજે ૧૨૫થી વધુ લોક સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમમાં લોકગાયક નિલેશ પંડ્યા, કવિ-લેખક-ગાયક ડો.મનોજ જોષી મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રના નિયામક ડો.જે એમ ચંદ્રવાડીયાએ લોકગીતોની ઉપયોગીતા મહત્વ જાળવણી વગેરે બાબતે છણાવટ કરી હતી અને લોકગીતોનું ગાન કરીને ભાવુકોના દિલ જીતી લીધા હતા.

સાહિત્ય સેતુના સંયોજક મુકેશભાઇ દોશી, પ્રતાપભાઇ પટેલ,હરેનભાઇ મહેતા, તરલાબેન મહેતાએ લોકગાયક નિલેશ પંડ્યાનું સન્માન કર્યુ હતું.

કાર્યક્રમમાં લોકગાયક કમલેશભાઇ ગઢવી, રમેશભાઇ વ્યાસ, ડો.મુનાફભાઇ નાગાણી, ડો.સોનલબેન ફળદુ, ડો.અનિલ દશાણી, પ્રવિણભાઇ ગજ્જર, કવિ નટવર આહમપરા,,કૌશિકભાઇ સિંધવ, પ્રવિણભાઇ વ્યાસ સહિતના લોક સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહેલ.

મુકેશભાઇ દોસીએ સ્વાગત પ્રણવ હાથીને આભારવિધિ કરી હતી કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન અજુન દોશીએ કરેલ સમગ્ર આયોજનની સફળતા માટે અનુપમ દોશી, હસુભાઇ શાહ, પરિમલભાઇ જોષી, દિનેશભાઇ ગોવાણી, નવિન તન્ના, હસુભાઇ શરદ, રમેશ શીશાંગીયા કાર્યરત રહેવા હતા.

(3:36 pm IST)