Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

રવિવારે વિશ્વ હાસ્ય દિવસઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે હાસ્ય ધ્યાન તથા વિશેષ કાર્યક્રમો

રાજકોટ, તા. ૩ :. ઓશોના સૂત્ર 'ઉત્સવ આમાર જીતી આનંદ આમાર ગોત્ર'ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૩ વર્ષોથી ૨૪ કલાક ખુલ્લુ રહેતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ મંદિરે અવારનવાર વિવિધ પ્રસંગો ઉજવાય છે.

આગામી તા. ૫ના રવિવારના વિશ્વ હાસ્ય દિવસ નિમિતે સાંજના ૬.૩૦ થી ૮.૩૦ દરમ્યાન હાસ્ય નિષ્ણાંત ઓશો સન્યાસી જીતેન્દ્ર ઠક્કર (સ્વામિ અંતર પથીક) તથા નીતિનભાઈ ચાંડેગા (સ્વામિ દેવ રાહુલ)નો ઓશોના જોકસનો તથા હસના હી ધાર્મિકતા હૈ પર પ્રવચન તથા વિશેષ હાસ્ય ધ્યાન તથા સંધ્યા સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સહભાગી થવા ઓશો ઈનર સર્કલે હાર્દિક અનુરોધ કરેલ છે.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪-વૈદવાડી રાજકોટ. વિશેષ માહિતી માટે સ્વામિ સત્ય પ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, મો. સ્વામિ અંતર પથીકઃ ૯૪૨૭૨ ૬૪૩૬૦, સ્વામિ દેવ રાહુલઃ ૯૯૨૪૨ ૩૪૦૯૬નો સંપર્ક કરી શકાય છે.

(3:36 pm IST)