Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

બોગસ વીલ બનાવી મિલ્કતમાં પ્રવેશ કરવાના ગુનામાં આરોપીને શંકાનો લાભ

રાજકોટ, તા., ૩: ગુજરનાર પિતાશ્રીની સ્વપાર્જીત મિલ્કત પચાવી પાડવા અંગે સગા પુત્રોએ ગુજરનાર પિતાનું બનાવટી બોગસ વીલ બનાવી ગેરકાયદેસર મિલ્કતમાં બળજબરી પુર્વક પ્રવેશ કરવા સબબ થયેલ કેસમાં આરોપીઓને અદાલતે શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે વિગત એવી છેકે તા.રપ-૯-૧૯૯૪ના રોજ સદર બજાર વિસ્તારમાં આવેલ જુમા મસ્જીદ પાસે આવેલ ગુજરનાર હારૂનભાઇ પઠાણની વડીલોપાર્જીત મિલ્કત પચાવી પાડવા હેતુસર ગેરકાયદેસર ગુન્હાહીત કાવતરૂ રચી ગુજરનારનું બોગસ વીલ બનાવી ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી મિલ્કતમાં બળજબરી પુર્વક પ્રવેશ કરી મિલ્કત પચાવી પાડવા સબબ ગુજરનારના પુત્ર ફરીયાદી કયુમખાન હારૂનભાઇ પઠાણએ અદાલતમાં ઇ.પી.કો. કલમ ૧ર૦ બી, ૩૪, ૩૪૧, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૮૪, ૪૮પ વિગેરે મુજબની ફરીયાદ ફરીયાદીના સગા ભાઇઓ આરોપીઓ (૧) દિલવારખાન હારૂનખાન પઠાણ (ર) જુબેદાબેન દિલવરખાન પઠાણ(૩) કરીમખાન હારૂનખાન પઠાણ તથા (૪) સુલેમાનભાઇ સંઘાર (આગેવાન) વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરતા અદાલતે સીઆરપીસી ૧પ૪ (૩)હેઠળ પ્ર.નગર પોલીસને તપાસ સોંપતા પોલીસે ગુન્હો રજીસ્ટરે લઇ પુરાવો એકઠો કરી આરોપીઓની ધરપકડ કરેલ આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો હોય ચાર્જશીટ આજથી ર૩ વર્ષ પહેલા ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં રજુ કરેલ હતું.

ગુજરનાર પોતાની મિલ્કત આ કામના ફરીયાદીને આપવા ઇચ્છતા ન હતા. દરમ્યાન ગુજરનારનું મૃત્યુ થયેલ ત્યારે ઉપરોકત વીલ ૪૦માં દિવસે વીલ રજુ કરવામાં આવેલ ત્યારે ફરીયાદી અને આરોપીઓ વચ્ચે ઝગડો અને વિવાદ થયેલ તે અંગે ફરીયાદીએ અદાલતમાં વિવાદીત મિલ્કત અંગે હક્ક, હિત, હિસ્સો માટે દાવો દાખલ કરેલ જે દાવો ચાલતા દાવો રદ થયેલ. દરમ્યાન ફરીયાદીએ ઉપરોકત કહેવાતી ફરીયાદ દાખલ કરેલ હતી.

ઉપરોકત કામે એકઝી. મેજી. શ્રી ચંદારાણાને તપાસવામાં આવેલ અને તેઓએ ઉપરોકત વીલ અમારા રૂબરૂ સહી, સિક્કા કરવામાં આવેલ નથી અને અમારી સહી નથી તેવું જણાવેલ આ અંગે બચાવ પક્ષના વકીલે એવી રજુઆત કરેલ કે ચંદારાણા નાયબ મામલતદાર હતા જયારે વીલ એકઝી. મેજી.ની સહી છે અને સહી અવાચ્ય છે જેથી વીલ બોગસ છે તે કહી શકાય નહી તેમજ વીલ હાલના આરોપીઓ પાસેથી કબ્જે કરેલ નથી. તેમજ ઉપરોકત વીલનો ઉપયોગ આરોપીઓએ કરેલ નથી. તેમજ વીલ અંગે વિવાદીત સહી અંગે હેન્ડ રાઇટીંગ એક્ષપર્ટનો ઓપીનીયન લેવામાં આવેલ નથી. જે અદાલતે દલીલ ગ્રાહ્ય રાખતા અદાલતે ઉપરોકત તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકેલ છે.

આ કામમાં આરોપીઓ તરફ સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ રોહિતભાઇ ઘીઆ તથા મદદનીશ તરીકે રાહુલ સોરીયા રોકાયેલ હતા.

(3:29 pm IST)