Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

સમસ્ત બ્રહ્મવિકાસ પરીષદના પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્ર-કચ્છના યુવા બ્રહ્મ અગ્રણી પંકજ રાવલની નિમણુંક

રાજકોટ, તા., ૩: સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના રાજકોટના જીલ્લા પ્રમુખ  યશસ્વી કામગીરી બજાવી રહેલા અને અનેક સેવાકીય, સામાજીક પ્રવૃતિ, સંગઠનો સાથે સંકળાયેલા સક્રિય યુવા કાર્યકર પંકજ પ્રદીપભાઇ રાવલ (માધાપર-રાજકોટ)ની  સમસ્ત બ્રહ્મવિકાસ પરીષદના ગુજરાત પ્રદેશ પ્રમુખ નિમણુંક કરવામાં આવી છે. પ્રદેશ અધયક્ષ શ્રીમતી અર્ચનાબેન ઠાકરની સુચના અને પ્રદેશ મહામંત્રી (સંગઠન), મુખ્ય સંયોજક, સમસ્ત બ્રહ્મ વિકાસ પરીષદ, ગુજરાતના ચેતનભાઇ ઠાકરની યાદીમાં પંકજ રાવલની નિમણુંકની જાહેરાત કરવામાં આવી છે જેને બ્રહ્મયુવાનોએ ઉત્સાહભેર વધાવી લીધી છે. (મો. નં. ૯૮રપ૪ ર૪૪ર૭)

(4:02 pm IST)