Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

આવતીકાલથી બે દિવસ વેડીંગ શો

નુતનનગર હોલ ખાતે ફેબફેશન ઇવેન્ટ -૨૦૨૦ : લગ્નને લગતી તમામ વસ્તુઓ એક જ સ્થળે મળી શકશેઃ આગેવાનોના હસ્તે પ્રારંભ

રાજકોટઃ  તા.૩, રાજકોટ પણ હવે ફેશનેબલ સીટી બની રહયું છે. અહિની સન્નારીઓ પણ હવે ફેશનેબલ અને લેટેસ્ટ ડિઝાઇન ખરીદવા માટે રાજકોટ હવે હબ બની રહયું છે. ત્યારે ફેબ ફેશન ઇવેન્ટ ૨૦૨૦ દ્વારા ભવ્ય વેડીંગ શો એકઝીબીશનનું આયોજન આવતીકાલે શનિવારે અને રવિવારના એમ બે દિવસ માટે સવારે ૧૦ થી રાત્રીના ૧૦ દિવસ માટે સવારે ૧૦ થી રાત્રીના ૧૦ કલાકે કાલાવડ રોડ નુતન નગર હોલ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આવતીકાલે તા.૪ના સવારે ૧૦ કલાકે આ વેડીંગ શોનું ઉઘ્ઘાટન મહિલા અગ્રણી વંદનાબેન ભારદ્વાજ, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, ભાજપ અગ્રણી કશ્યપભાઇ શુકલ , પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, અને ડો. દર્શીતાબેન શાહ, લોહાણા સમાજ અને ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, મહિલા અગ્રણી લીનાબેન શુકલ, નયનાબા જાડેજા, જયાબેન ડાંગર, લેઉઆ પટેલ સમાજ તેમજ કલબ યુ.વી.ના અગ્રણીઓ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ એકઝીબીશનમાં વેડિંગથી લઇને તમામ શોપિંગનું બેસ્ટ ડેસ્ટીનેશન બની રહેશે. અહિં લગ્નમાં અપાતી આણાની વિવિધ અને અવનવી વસ્તુઓ મળી રહેશે. માત્ર રાજકોટ જ નહિ પરંતુ અન્ય શહેરોના પણ મોટા વેપારીઓ પણ આ એકઝિબીશનમાં જોડાયા છે. તેમજ વિવિધ આકર્ષક વસ્તુઓ ચણીયાચોલી, ડિઝાઇનર ડ્રેસીસ, ઇલેકટ્રીકની તમામે તમામ આઇટમો આ એકજ સ્થળેથી મળી રહેશે.  આ એકઝીબીશનની મુલાકાત લેવા આયોજક મીરા ભટ્ટ, બ્રીન્દા પટેલ દ્વારા આમંત્રણ અપાયું છે. આ અંગે વધુ માહિતી માટે મો. ૬૩૫૧૧૧૯૪૧૦ અને ૯૪૨૬૩ ૧૭૬૩૦ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:57 pm IST)