Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

મહિલાઓ માટે રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા વુમન વેલનેશ કેન્સર સ્ક્રીનીંગ પેકેજ

સ્તન-ગર્ભાશયના કેન્સરમાં જાગૃતિ અભિયાન

રાજકોટ તા ૩  :મહિલાઓ માટે કેન્સરના રોગ સામે સમયસર નિદાન-સારવાર મળે તે માટે જનજાગૃતિ અને રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા વુમન વેલનેશ કેન્સર સ્ક્રીનીંગ પેકેજ યોજાયુ.

કેન્સર સોસાયટીની યાદીમાં જણાવાયુ છે કે ભારતમાં દર વર્ષે કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વધતી આયુષ્ય તથા જીવનશૈલીમાં પરિવર્તનની સાથે કેન્સરની સંખ્યામાં પણ વધારો થવાની શકયતા છે. ભારતમાં હ્રદયરોગ પછી કેન્સર એ મૃત્યુનું સોૈથી મોટુ કારણ છે. ભારતમાં દર વર્ષે આશરે ૧૧ લાખ નવા કેસ નોંધાય છે, જેમાંથસ ૬-૭ લાખ લોકોના મૃત્યું થાય છે. સ્તનનું, ગર્ભાશયના મુખનું, ફેફસાનું આંતરડાના કેન્સરનું જો સમયસર નિદાન અન ેસારવાર થઇ જાય તો કેન્સર મટી શકે છે અને વ્યકિત લાંબુ આયુષ્ય પણ જીવી શકે છે. વિદેશોમાં વહેલા નિદાન (સ્ક્રીનીંગ ટેસ્ટ) ની મદદથી કેન્સરને કારણે થતા મૃત્યુમાં ઘણો ઘટાડો થયો છે

કેન્સર સોસાયટીની યાદીમાં જણાવ્યું છે કે, સ્તનનું કેન્સર એ ભારતીય સ્ત્રીઓમાં સોૈથી સામાન્ય રીતે જોવા મળતું કેન્સર છે. દર બે નવા નિદાન થયેલા સ્તનના કેન્સરના કેસમાંથી એક સ્ત્રીનું મૃત્યુ થાય છે. શહેરી વિસ્તારોમાં દર ૨૨ સ્ત્રીઓમાંથી ૧ સ્ત્રીને, તથા ગામડાઓમાં દર ૬૦ સ્ત્રીઓમાંથી ૧ સ્ત્રીને સ્તનનું કેન્સર થવાની શકયતા છે. મેમોગ્રાફીએ સ્તનના કેન્સરના વધેલા નિદાન માટેનો સ્ક્રીનીંગ ટેસ્ટ છે અને ૪૦ વર્ષની ઉંમર પછી દર ર વર્ષે કરાવવા હિતાવહ છે. ગર્ભાશયના મુખનું કેન્સરએ સ્તન કેન્સર પછી બીજા નંબરે સામાન્ય રીતે સ્ત્રીઓમાં જોવા મળતું કેન્સર છે. ભારતમાં દર ૮ મિનીટે ર સ્ત્રીનું ગર્ભાશયના મુખના કેન્સરથી મૃત્યુ થાય છે. ગર્ભાશયના મુખના કેન્સરના વહેલા નિદાન માટેનો સ્ક્રીનીંગ ટેસ્ટ પેપ સ્મીયર છે અને ૩૦ વર્ષની ઉંમર પછી દર ૩ વર્ષે કરાવવો હિતાવહ છે.

મહિલાઓના સ્વાસ્થયને પ્રાધાન્ય આપીને રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા ''વુમન વેલનેસ કેન્સર સ્ક્રીનીંગ પેકેજ''નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેમોગ્રાફી, પેપ સ્મીયર ટેસ્ટ, બ્રેસ્ટની તપાસ તથા ગાયનેકોલોનિસ્ટ દ્વારા તપાસનો સમાવેશ થાય છે. શરૂઆતના થોડા સમય માટે આ સેવાઓ ફકત ૯૯૦ રૂપિયામાં કરવામાં આવશે.દરેક સ્ત્રીને આ યોજનાનો લાભ લેવા વિનંતી. આજે જ એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો ૯૫૧૦૬ ૮૪૧૯૭, એપોઇન્ટમેન્ટ માટે સમય સવારે ૯.૦૦ થી સાંજે પ.૦૦ છે.

(3:43 pm IST)