Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

ના.મામલતદાર પ્રમોશનઃ સરકારે કલાર્ક-તલાટી વચ્ચેનો ૧:૧ રેશિયો રદ્દ કરતા સન્નાટો :સ્પે. જાહેરનામુ આવ્યું

રાજકોટના જીંજરીયા સહિત ૯૦ નાયબ મામલતદારના પણ આવતા વીકમાં પ્રમોશનો : હવે ફકત કલાર્કને જ નાયબ મામલતદારના પ્રમોશન મળશે : સરકાર મહેસૂલના ૯૦૦ કલાર્કને પ્રમોશન આપી રહી છે

રાજકોટ, તા. ૩ : મહેસુલના ટોચના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, મહેસૂલ ખાતાએ-સરકારે એક સ્પે. જાહેરનામું બહાર પાડી નાયબ મામલતદાર સંવર્ગના પ્રમોશન માટે કલાર્ક અને તલાટી વચ્ચે જે પહેલા ૧:૧ (એક-જેમ એક)નો રેશિયો હતો તે સરકારે ગઇકાલે રદ્દ કરી નાંખ્યો છે અને સરકારના આ નિર્ણયથી તલાટીઓમાં ખળભળાટ મચી ગયો છે. સ્પે. આ જાહેરનામાથી તલાટીઓમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. આગામી દિવસોમાં આંદોલન ચાલે તો નવાઇ નહિ તેમ સમજાઇ રહ્યું છે.

સરકારના આ નિર્ણયથી રેવન્યુ કલાર્ક-નાયબ મામલતદારના પ્રમોશનનો માર્ગ સાવ મોકળો બની ગયો છે. રાજકોટના ર૪ કારકૂન અને એક નાયબ મામલતદાર જીંજરીયાના સી.આર. મોકલી દેવાયા છે. સરકાર એકી સાથે ૯૦૦ કારકૂનને પ્રમોશન આપી રહી છે.

આ ઉપરાંત મહેસૂલ ખાતુ રાજકોટના જીંજરીયા સહિત રાજયના ૯૦ નાયબ મામલતદારને  આવતા અઠવાડિયે પ્રમોશન આપી રહ્યુ છે. ૯૦ જેટલા નવા મામલતદારો ભરાશે. સરકારે ૧:૧નો રેશીયો રદ્દ કરતા મહેસૂલી કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.

(3:32 pm IST)