Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

સિકંદરાબાદ-રાજકોટ એકસપ્રેસમાં રીઝર્વ ટીકીટ ઉપર ખોટા નામથી સફર પકડી પાડતી વિજીલન્સઃ પ લાખથી વધુનો દંડ

રાજકોટ, તા., ૩: બુધવારે સિકંદરાબાદ -રાજકોટ એકસપ્રેસમાં વિજીલન્સ અને ટીકીટ ચેકરોની ટુકડીએ વલસાડ-નડીયાદ વચ્ચે ઓચિંતુ ચેકીંગ હાથ ધરતા રીઝર્વ ટીકીટ ઉપર ખોટા નામથી મુસાફરી કરતા રર૮ અને ટીકીટ વગર મુસાફરી કરતા ર૮ લોકોને ઝડપી લઇ પ લાખ ૮૦ હજાર રૂપીયાનો દંડ વસુલ કર્યો હતો. આ ઉપરાંત સીનીયર સીટીઝનોને મળતી છુટછાટનો ખોટો ઉપયોગ કરી પીઆરએસટીકીટ લઇ સફર કરતા કેટલાક યાત્રીકોને પણ વિજીલન્સે ઝડપી લીધા હતા.

ચીફ વિજીલન્સ ઇન્સ્પેકટર હિમાંશુ કાપડીયાએ પોતાના સહયોગી તુષાર ગરૂડ, ઇન્સ્પેકટર જુબેર શેખ, વૈભવ જોષી, હીરેન ગાંધી, દેવેન્દ્ર વણી અને અમદાવાદના પુર્વ સીસીએમ ફલાઇંગ સ્કવોડની ટીમના નિરજ મહેતા, સની ફીલીપ, સી.ડી.પરમાર, વિનોદ વાણીયાએ ટ્રેન નં. ૧૭૦૧૮માં વલસાડ, નડીયાદ વચ્ચે ઓચીંતુ ચેકીંગ હાથ ધર્યુ હતું.

(3:30 pm IST)