Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ભાજપ તરફી મતદાન કરવા બદલ સૌનો આભાર, રામભાઇનો હવે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર

રાજકોટઃ વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન સંપન્ન થયુ છે ત્‍યારે સમગ્ર ગુજરાતમાં ભાજપનો  ભવ્‍ય વિજય થાય અને તેમાં બ્રાહ્મણોનું મહત્‍વનું યોગદાન રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તથા કેન્‍દ્રીય નેતૃત્‍વ દ્વારા ગુજરાતમાં ઉતરપ્રદેશની પેટર્ન મુજબ બ્રહ્મકમિટિની રચના કરવામાં આવી છે, જેના ચેરમેન તરીકે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા જવાબદારી સંભાળી રહ્યા છે.

જે અંતર્ગત સૌરાષ્‍ટ્રમાં રામભાઇ મોકરીયા દ્વારા બ્રહ્મસમાજના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવેલ રાજકોટની ચારેય વિધાનસભામાં પણ બ્રાહ્મણોને જવાબદારી સોંપી માઇક્રોપ્‍લાનીંગ સાથે આયોજન કરવામાં આવ્‍યુ હતું. ત્‍યારે લોકશાહીના આ મહાયજ્ઞમાં રાજકોટ શહેરમાં સમાવિષ્‍ટ વિધાસભા ૬૮-રાજકોટ પૂર્વ, ૬૯-પヘમિ, ૭૦-દક્ષિણ, ૭૧-ગ્રામ્‍યમાં ભાજપનો ભવ્‍ય વિજય થાય તે માટે સંગઠીત બની ભાજપ તરફી મતદાન કરાવવા બદલ શહેરના ભુદેવોનો જાહેર આભાર વ્‍યકત કરતા જણાવેલ કે ભાજપની સ્‍થાપનાકાળથી જ બ્રાહ્મણોનું મહત્‍વનું યોગદાન રહ્યુ છે. ત્‍યારે ભારત માતા પરમ વૈભવના શિખર પર પહોચે અને  દેશ નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં વિશ્વ ગુરૂ બને અને ત્‍યારે સૌનો સાથ અને સૌનો વિકાસના મંત્ર સાથે નરેન્‍દ્રભાઇ મોદીનું સપનું સાકાર કરવા માટે સમગ્ર ગુજરાતવાસીઓ એક થઇ ભારતીય જનતા પાર્ટીને વિજય આપવા માટે કટીબધ્‍ધ બન્‍યા છે. આ ચૂંટણી માત્ર વિધાનસભાની ચૂંટણી નથી પરંતુ દેશની અસ્‍મિતાની ચૂંટણી છે, આ ચૂંટણી પરથી ૨૦૨૪નું ભવિષ્‍ય નકકી કરનારી ચૂંટણી છે. ત્‍યારે દેશમાં ફરી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વવાળી સરકાર બને તે માટે આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે ભુદેવ કાર્યકર્તાઓને માઇક્રોપ્‍લાનીંગ સાથે ચૂંટણીલક્ષી વિસ્‍તૃત માર્ગદર્શન પુરૂ પાડેલ.  તા.૫ બીજા તબકકાના મતદાન અંગે પ્રચાર-પ્રસારાર્થે ગુજરાત રવાના  થયાનું રામભાઇ મોકરીયાએ અંતમાં જણાવ્‍યુ હતું.

(4:28 pm IST)