Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ભાજપે 'મૂલ્યાંકન' શરૂ કર્યુઃ લોકસભાના ત્રણ-ત્રણ ક્ષેત્રોની સંયુકત બેઠકોઃ ગુરૂવારે ટીમ રાજકોટમાં

પ્રભારી યાદવ, પ્રદેશ પ્રમુખ વાઘાણી વગેરે 'તાગ' મેળવશે

રાજકોટ તા. ર :.. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તૈયારી શરૂ કરવામાં આવી છે. અગાઉ પ્રદેશની પ્રભારી ટીમે લોકસભા બેઠકવાર સમીક્ષા કર્યા બાદ હવે પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ, પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ટીમે જિલ્લાવાર પ્રવાસ શરૂ કર્યા છે ત્રણ-ત્રણ લોકસભા બેઠકોના મુખ્ય કાર્યકરોની બેઠક બોલાવવામાં આવી છે.

તા. ૪ ગુરૂવારે બપોર પછી પ્રદેશ પ્રભારીની ટીમ રાજકોટ આવી રહી છ.ે રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર સંસદીય મતક્ષેત્રના સંગઠનના મુખ્ય કાર્યકરોને બોલાવવામાં  આવ્યા  છે. આજ ટીમ તા. પ મીએ સવારે ધોરાજીમાં મુકામ કરશે. ત્યા પોરબંદર, જુનાગઢ અને જામનગરના લોકસભા ક્ષેત્રના કાર્યકરોને બોલાવવામાં આવ્યા છે મુલ્યાકન માટે ર૦ થી રપ મુદા અલગ તારવવામાંં આવ્યા છે પાર્ટીએ લોકસભાની  તમામ ર૬ બેઠકો ફરીથી જીતવાનો નિર્ધાર કરી તેને અનુરૂપ તૈયારી શરૂ કરી છે.

(4:02 pm IST)