Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સહિયર રાસોત્સવઃ દિવ્યતા-ભવ્યતા સાથે લોકચાહનાનું પ્રતિક

સહિયર કલબ દ્વારા સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શનમાં સતત ૧૮માં વર્ષે આયોજનઃ તડામાર તૈયારીઓ : નવલા નોરતામાં ખૈલેયાઓ રાસે રમવા તૈયારઃ ખેલૈયાઓ માટે અલાયદી સુવિધા : અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સ

 રાજકોટઃ તા.૨, સમગ્ર વિશ્વ માટે ધ્યાનાકર્ષક નવરાત્રી માત્ર ગુજરાતમાં ઉજવાય છે. ગરવી ગુજરાતની ઓળખ સમાન રાજકોટના રાસોત્સવમાં હંમેશા અગ્રેસર હોય છે. અને સમસ્ત રાજકોટમાં આ વર્ષના ૨૪ જેટલા નવરાત્રી મહોત્સવ વચ્ચે ''સહિયર કલબ'' હંમેશા દિવ્યતા અને ભવ્યતા સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકચાહનાનું પ્રતિક બને છે.

 સમગ્ર વિશ્વના ગુજરાતીઓ સહિયરના રાસોત્સવને વધારે છે તેથી જ અત્યાર સુધીમાં અઢી કરોડ લોકો સહિયરને ઓનલાઇન નિહાળી ચુકયા છે. ગૌરવ સાથે જણાવી શકાય  કે અડધા ગુજરાતની વસ્તી જેટલા લોકોએ સહિયરની નવરાત્રીને યુ-ટયુબ પર જોર અપુર પ્રેમ વરસાવ્યો  હતો.

 સહિયર રાસોત્સવના પ્રેસીડન્ટશ્રી સુરેન્દ્રસિંહ વાળા (મંત્રી ભાજપ), (શ્રીચંદુભા પરમાર (વાઇસ પ્રેસીડન્ટ), શ્રી કૃષ્ણસિંહ જાડેજા (સેક્રેટરીશ્રી), શ્રી યશપાલસિંહ જાડેજા (સેક્રેટરીશ્રી) તથા સહિયરના યુવા પાંખના કિષ્ણપાલસિંહ વાળા, વિજયસિંહ ઝાલા સતત કાર્યરત છે.

 પાછલા ૧૭ વર્ષની સફળતાનું ગૌરવ ખરૂ પણ કયારેય રહેલી  ક્ષતીઓની પણ બાદબાકી કરવાની પોઝીટીવીટી સાથે સમગ્ર ટીમ મહેનત કરી રહી છે.

 રાજકોટના હાર્ટ પોઇન્ટ 'રેસકોર્ષ ગ્રાઉન્ડ' પર ભવ્યાતી ભવ્ય થીમ બેઝ મંડપ ડેકોરેશન, ગાઉન્ડ ફલોરીંગ, આકર્ષક એન્ટ્રી અને સૌથી વિશેષ સુવિધા આપતા પ્રેક્ષકો માટે સ્ટેડીયમ સીટીંગ સહિયરની વ્યવસ્થાની વિશેષતા હોય છે.

હેલ્થી ફુડઝોન, વી.આઇ.પી. સીટીંગ, સીસીટીવી કેમેરાથી કર્વડ ગાઉન્ડ જેવી સંુદર વ્યવસ્થા ઉપરાંત કાર્ડ સીકયોરીટી માટે બાઉન્સર્સ અને ફલોંઇગ સ્કવોર્ડથી ખેલૈયાઓ માટે અભેદ સુરક્ષા પુરી પાડવામાં આવે છે.

 સ્વચ્છ ભારત અભિયાનનાં આધાર સાથે જોડાતા આ વર્ષે  'સ્વચ્છ સહિયર' ના સુત્રોને અનુસરવા લોકોને અનુરોધ કરવામાં આવશે.

 આ વર્ષે ગુજરાત રાજયસરકાર  તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નવરાત્રીના આ પર્વમાં સ્કુલમાં વેકેશન જાહેર કરતા નવરાત્રીનો રંગ વધુ જામશે. ઉપરાંત માંૅ ની આરાધનાના પર્વને એક અદભુત આદર સરકાર દ્વારા અપાયો છે. તેઓ રાજીપો સહિયર કલબ વ્યકત કરે છે. આ વર્ષે વાલીઓ પણ બાળકો સાથે નવરાત્રીનો આનંદ આપશે તેથી રાસોત્સવ વધુ પારિવારીક બનશે, પ્રમુખ શ્રી સુરેન્દ્રસિંહ વાળાએ મુખ્યમંત્રીશ્રીને આભારની લાગણી વ્યકત કરી છે.

 હાઇલી મોર્ડન સાઉન્ડ સીસ્ટમના અને ખેલૈયાઓને ગમતા સંગીત તથા ગાયકો પણ સહિયરની વિશેષતા છે.

 તેજસ શિંશાગીયા પ્રસ્તૃત જીલ એન્ટરટેનમેન્ટના કલાકારોમાં... લોકલાડીલો ગરબા કિંગ રાહુલ મહેતા, સહિયરનો બોન્ડ સીંગર સાજીદ ખ્યાર, સુરીલી ગાયીકા ચાર્મી રાઠોડ, તથા રીધમ કિંગ ખોડીદાસ વાઘેલા, મલોડી પ્લેયર દિપક, સાગર, રવિ તથા એન્કર અને સીંગર તેજસ શિશાંગીયા  સહિયરના ખેલૈયાઓને ડોલાવવા સજજ છે.

 સુનીલ પટેલ તથા પેરેમાઉન્ટ સાઉન્ડ દ્વારા સાઉન્ડ સીસ્ટમ્સનું સંચાલન થશે અત્યાર સુધીમાં બાકી રહેતા ખેલૈયાઓને અપીલ છે કે તાત્કાલીક ધોરણે આપના સીઝન પાસ સહિયર કાર્યાલયેથી બુક કરાવશો. ૩૧૨, સીલ્વર ચેમ્બર, ટાગોર રોડ, મારૂતિ શોરૂમ સામે, રાજકોટ સંપર્કઃ ૮૯૮૦૦૨૧૩૨૧,

આયોજનમાં પ્રમુખશ્રી સુરેન્દ્રસિંહવાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, પીયુષભાઇ રૈયાણી, વિજયસિંહ ઝાલા, જયદિપભાઇ રેણુકા, સમ્રાટ ઉદેશી પ્રકાશભાઇ કણસાગરા, નીતીનભાઇ ભંડેરી, જતીન આડેસરા, હીરેન ચંદારાણા, રાજવિરસિંહ ઝાલા, મીથુન સોની, પરેશ પાટડીયા, અમરભાઇ પટેલ, નિલેષ ચિત્રોડા, રાહુલસિંહ ઝાલા, જયદીપભાઇ દેસાઇ, બંકીમ મહેતા, ભરત ઢોલરીયા, વૈભવ પારેખ, પંકજ ફીચડીયા, માધવ ફીચડીયા, ધૈર્ય પારેખ, સુશીલ ફીચડીયા, મનસુખભાઇ ડોડીયા, અનિલભા ડોડીયા,  અહેમદ સાંઘ, દિવ્યરાજસિંહ જાડેજા, શૈલેષ ખખ્ખર, શૈલેષ પંડયા, સુનીલભાઇ ડોડીયા, રવિરાજસિંહ જાડેજા વગેરે ઓર્ગેનાઇઝર્સ તથા કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહયા છે.

(3:39 pm IST)