Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જયશ્રી રોકડીયા હનુમાન ગરબી મંડળ

રાજકોટ : શહેરના ભીલવાસ ચોક ખાતે આવેલ શ્રી રોકડીયા હનુમાનજી મંદિર પાસે છેલ્લા ૩૩ વર્ષથી આસો નવરાત્રી મહાપર્વનું ભવ્ય આયોજન જય શ્રી રોકડીયા હનુમાન ગરબી મંડળ દ્વારા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ગરબે ઘુમતી બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. જયશ્રી રોકડીયા હનુમાન ગરબી મંડળનો મહિસાસૂર રાસ, ઘુમટા રાસ, તલવાર રાસ, ટયૂબલાઇટ રાસ અને સળગતો ગરબા રાસે ભારે આકર્ષણ જમાવ્યું છે. હાલ ગરબી મંડળની બાળાઓને રાસની તાલીમ નિલમબેન ગોમાર, રેખાબેન ચૌહાણ, ગાયક રાજુભાઇ રાઠોડ, રમેશભાઇ રાઠોડ, ખ્યાતીબેન રાઠોડ, મહાવીરભાઇ ગોમાર, સાહીનભાઇ સોલંકી, મીતભાઇ રાઠોડ, વિપુલભાઇ રાઠોડ, શાંતિભાઇ ગોમારના માર્ગદર્શન લઇ રહી છે. જયશ્રી રોકડીયા હનુમાન ગરબી મંડળના આયોજનને દિપાવવા જગદીશભાઇ પરી, સંજયભાઇ વાઘેલા, પ્રકાશભાઇ ચૌહાણ, રાજેશભાઇ કોલી સહિતનાઓ જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:38 pm IST)