Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ફેસબુકમાં મહિલાનું ફેક આઇડી બનાવી પરેશાન કરનાર ક્રિપાલસિંહ સરવૈયાને રૂરલ એસઓજીએ દબોચ્યો

રાજકોટ, તા., ૨: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાનું ફેસબુક ઉપર ફેક આઇડી બનાવી પરેશાન કરનાર મૂળ ચીતલ ગામનો હાલ રાજકોટના રેલનગર નાથદ્વારા પાર્કમાં રહેતા શખ્સને રૂરલ એસઓજીએ પકડી લઇ કોર્ટમાં રજુ કરાતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

મળતી વિગત મુજબ રાજકોટ રૂરલ એસપી બલરામ મીણા પાસે આવેલી રજુઆતમાં ફેક ફેસબુક આઇડી દ્વારા મહિલા ફરીયાદી તથા તેના સગાવહાલાઓની સામાજીક પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડનાર ઇસમને શોધી કાઢવા સુચના આપતા એસઓજી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણા તથા પો.સબ ઇન્સ. વાય.બી.રાણા તથા પો. હેડ કોન્સ. અતુલભાઇ ડાભી તથા સંજયભાઇ નિરંજની તથા ઉપેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. દિનેશભાઇ ગોંડલીયા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા રણજીતભાઇ ધાધલ તથા ડ્રા. પો.કો. દિલીપસિંહ જાડેજા સહિતે મહીલા પાસેથી તમામ વિગતો મેળવી હતી અને આરોપી દ્વારા 'રીયા રાઠોડ' નામનું ફેક ફેસબુક આઇડી બનાવેલ હોય જે આઇડી બાબતે ફેસબુક પર માહીતી મંગાવી જે મળેલ માહીતી આધારે આરોપીનો મોબાઇલ નંબર શોધી કાઢી આ મોબાઇલ નંબર ઉપયોગ કરનાર આરોપી બાબતે તપાસ કરતા તે રાજકોટ રેલનગર-ર, નાથદ્વારા પાર્ક, શેરી નં. ૧ માં રહેતો ક્રિપાલસિંહ જયરાજસિંહ સરવૈયા હોવાનું જાણવા મળતા તુરત જ તેને શોધી કાઢી તેની પુછપરછ કરતા પ્રથમ પોતે ગુન્હો કરેલ હોવાની ના પાડી હતી. બાદ તેની સઘન પુછપરછ દરમ્યાન આરોપી ભાંગી પડતા આરોપીએ પોતે પોતાના સગાને ફરીયાદી સાથે અણબનાવ બનેલ હોય જેનો બદલો લેવાના બદઇરાદે ગુન્હો કરેલ હોવાની કબુલાત આપતા આરોપી ક્રિપાલસિંહ જયરાજસિંહ સરવૈયા દરબાર (ઉ.વ.ર૯) (રહે. રાજકોટ રેલનગર-ર, નાથદ્વારા પાર્ક શેરી નં. ૧, ઝાલા ઘોઘુભાના મકાનમાં ભાડેથી, મુળગામ ચીતલ, તા.જી. અમરેલી) ની ધરપકડ કરી જામકંડોરણા કોર્ટ હવાલે કરી તે જામીન પર મુકત ન થાય તે બાબતે અસરકારક દલીલ, રજુઆત કરતા નામદાર કોર્ટ દ્વારા મજકુર આરોપીને જામીન રદ કરી જેલ હવાલે કરેલ છે.

(3:37 pm IST)