Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જંગલેશ્વરની રૂકશાના પઠાણ ૧૧૩ બોટલ દારૂ સાથે ઝડપાઇઃ પુત્રની શોધ

ભકિતનગરના મહિલા ડી. એ. ધાંધલ્યાની સફળ બાતમી

રાજકોટ તા. ૨: જંગલેશ્વરમાં ભકિતનગર પોલીસે દરોડો પાડી મુસ્લિમ મહિલાને રૂ. ૪૫૨૦૦ના વિદેશી દારૂ સાથે પકડી લેવાઇ છે. જ્યારે તેના પુત્રનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસે જંગલેશ્વર-૩૧માં રહેતી રૂકશાના ભીખુભાઇ પઠાણના ઘરે દરોડો પાડતાં ૧૧૩ બોટલ દારૂ મળતાં કબ્જે કરી રૂકશાના ભીખુભાઇ પઠાણની ધરપકડ કરી હતી. આ દારૂ તેના પુત્ર ઇમ્તિયાઝે મંગાવ્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની અને એસીપી બી. બી. રાઠોડની સુચના તથા પી.આઇ. વી. કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. એ. ધાંધલ્યા, એએસઆઇ સાવજુભા જાડેજા, કોન્સ. ભુપેન્દ્રસિંહ વાઘેલા, મયુરભાઇ ઠાકર, પ્રવિણભાઇ સોનારા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ ધાંધલ્યાને મળેલી બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

(3:27 pm IST)