Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

કીટીપરાના આવાસ કવાર્ટરમાં ક્રાઇમ બ્રાંચનોઃ જૂગાર રમતાં ૮ શખ્સ પકડાયા

રાજકોટ તા. ૨: કીટીપરા આવાસ યોજના કવાર્ટર એચ વિંગમાં નીચેના ભાગે જાહેરમાં બેસી તિનપત્તીનો જૂગાર રમતાં ૮ શખ્સોને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતાં.

પોલીસે દરોડો પાડી પંકજ ચંદુભાઇ મકવાણા (ઉ.૩૨-રૈયાધાર મફતીયાપરા), અમિત વજુભાઇ પરમાર (ઉ.૩૫-મારવાડી વાસ રૈયાધાર), ધરમ મનુભાઇ વઢવાણીયા (ઉ.૩૪-રહે. રૈયાધાર), દિપક સોમાભાઇ સોલંકી (ઉ.૨૮), કિશન ધીરૂભાઇ સોલંકી (ઉ.૨૯-રહે. રૈયાધાર), વિક્કી અશોકભાઇ સોવસીયા (ઉ.૨૦-રહે. ગાયકવાડી-૩ બ, વિજય નારણભાઇ સોલંકી (ઉ.૨૦-રહે. કેકેવી હોલ પાછળ) તથા સતિષ દિપકભાઇ કટોણીયા (ઉ.૩૪-રહે. કીટીપરા)ને પકડી લઇ રૂ. ૪૬૪૫૦ની રોકડ અને ગંજીપાના કબ્જે લીધા હતાં.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના અને પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એ.એસ. સોનારા, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, હરદેવસિંહ, રામભાઇ, અજીતસિંહ પરમાર, મુકેશભાઇ સહિતના સ્ટાફે આ દરોડો પાડ્યો હતો.

(3:27 pm IST)