Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

હાલ...આજીડેમે લઇ જાવ કહી છેડતી કરી જગાએ કડીયા મહિલાને ધોલધપાટ કરી

રાજકોટ તા. ૨: કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે રહેતી પ્રફુલાબેન અશ્વિનભાઇ હિંગુ (ઉ.૫૨) નામના દરજી મહિલાને સાંજે ઘર પાસે હતાં ત્યારે જગા નામના શખ્સે ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

પ્રફુલાબેનના કહેવા મુજબ પોતે ઘર પાસે ઉભા હતાં ત્યારે જગાએ આવી 'હાલ આજીડેમે ફરવા લઇ જાવ' કહી છેડતી કરતાં તેને ઠપકો આપતાં ઉશ્કેરાઇ ગયો હતો અને મારકુટ કરી ભાગી ગયો હતો.    હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને રાજદિપસિંહ ચોૈહાણે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(3:27 pm IST)