Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

રાષ્ટ્રીય શાળામાં ગાંધીજીના ઐતિહાસિક ઉપવાસ

આઝાદ હિન્દ-ગાંધીજીના ધ્યેયના માર્ગે આગળ વધવા થનગની રહયું

ઐતિહાસિક સ્વાતંત્ર્ય લડતનું કેન્દ્ર રાષ્ટ્રીય શાળા દર્શકો માટે પ્રેરક બળ બની રહી છે. આઝાદી સંગ્રામ સમયે રાજકોટ શહેરની રાષ્ટ્રીય શાળા એક મહત્વનું મથક બની હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અહીં ઐતિહાસિક ઉપવાસ કર્યા હતા.

સને ૧૯૨૫માં રાષ્ટ્રપિતા ગાંધીજી રાજકોટ આવ્યાં હતાં. અને રાષ્ટ્રીયશાળાની પ્રવૃતિનો પ્રારંભ થયો હતો.

સને ૧૯૩૭માં દિવાન વીરાવાળાના જુલ્મી તંત્ર સામે બેચર વાલા વાઢેરે તહોમતનામું પોકાયુંર્ અને ૧૯૩૮માં રાજકોટમાં સત્યાગ્રહ શરૂ થયો. જેનું સરદાર વલ્લભભાઇ પટેલે આવીને સમાધાન કરાવ્યું હતું. પરંતુ એ પછીથી તેનો ભંગ કરવામાં આવ્યો.

એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી રાજકોટ આવ્યાં અને રાષ્ટ્રીય શાળામાં ઐતિહાસિક ઉપવાસ શરૂ કર્યાં.

પ્રજા અને રાજવી વચ્ચે સમાધાન સધાય તે માટેના સરદાર વલ્લભભાઇ પટેલ અને ઢેબરભાઇના પ્રયાસોને વીરાવાળાએ મચક આપી ન હતી. સરદાર સાહેબ સાથે થયેલું  સમાધાન આટાપાટા રાચીને વીરાવાળાએ રફેદફે કરી નાખ્યું હતું.

આ અંગે ગાંધીજીએ વીરાવાળાને લાંબો પત્ર પાઠવ્યો હતો. અને તેમાં નીચે લખ્યું હતું. '' પ્રભુ આપના હદયમાં વસો..''

રાજકોટની લડતથી વ્યથિત બનેલાં ગાંધીજીએ રાષ્ટ્રીયશાળામાં ૧૯૩૯ના માર્ચ માસમાં આઠ દિવસના ઉપવાસ કર્યાં.

ગાંધીજીના ઉપવાસે રાજકોટની લડતને ભારતભરમાં પ્રસિદ્ધિ અપાવી.

ગાંધીજીની પ્રાર્થનાસભા પર માથાભારે લોકોએ હુમલો કર્યો.

ઘણા વિવાદો અને ચડાવ-ઉતાર વચ્ચે ૧૯૩૯ના માર્ચ માસમાં રાજકોટ સત્યાગ્રહનો અંત આવ્યો.

દેશી રાજયોમાં ગાંધીજીએ ઉપવાસ કર્યા હોય એવો આ વિરલ પ્રસંગ હતો. રાજકુટુંબ સાથે ગાંધીજીનો સંબંધ પણ મીઠો હતો. પણ તેમણે ઉપવાસ કરવા પડયા. તેઓ રાજકુટુંબને પોતાનું જ ગણતાં હતાં. એટલે જ તેમના ઉપવાસ દ્વારા તેમને સદ્દબુદ્ધિ પ્રેરવા માટે પ્રયાસો કયાં હતાં.

તા. ૧૫ ઓગષ્ટ-૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો. હિન્દુસ્તાન અહિંસા અને પ્રેમ પર રચાયેલા ગાંધી રાજના ધ્યેયના માર્ગે આગળ વધવા થનગની રહયું...(૬.૧)

 

(9:34 am IST)