Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

હસનવાડી મેઈન રોડ ઉપર 'લાલ બાગ કા રાજા' બિરાજ્યા : શિવમ ગ્રુપ દ્વારા સાતમાં વર્ષે આયોજન

દિકરી વ્હાલનો દરિયો - મા - બાપને ભુલશો નહિં, અન્નકોટ દર્શન, હાસ્યનો દરબાર, શ્રીનાથજીની ઝાંખી - સત્યનારાયણ ભગવાનની કથા - ચોપડા વિતરણ - રકતદાન કેમ્પ : ફંડફાળા વગરનું આયોજન

રાજકોટ, તા. ૨ : શહેરના હસનવાડી મેઈન રોડ કોર્નર, અવંતિકા પાર્કની સામે, 'શિવમ' ખાતે 'લાલ બાગ કા રાજા' બિરાજેલ છે. દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

શિવમ ગ્રુપ આયોજીત ગણેશ મહોત્સવમાં આજે સાંજે ભવ્ય સામૈયા સાથે ગણપતિદાદાની ૭ાા ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ ગ્રુપ દ્વારા કોઈપણ જાતનું ફંડ લેવામાં આવતુ નથી. મહોત્સવ દરમિયાન દરરોજ સવાર સાંજ મહાઆરતી, તા.૫ના બપોરે ૧૨ થી ૭ સુધી ચોપડા વિતરણ, તા.૬ના રાત્રે ૯:૩૦ દિકરી વ્હાલનો દરિયો (કલાકાર નવીન વ્યાસ), તા.૭ના મા બાપને ભુલશો નહિં (દિગ્દર્શક - દુર્ગેશભાઈ પાઠક), તા.૮ના સાંજે ૫ વાગ્યે અન્નકોટ દર્શન, તે જ દિવસે રાત્રીના ૯:૩૦ વાગ્યે ધીરૂભાઈ સરવૈયાનો હસાયરો, તા.૯ના ઓરીજનલ શ્રીનાથજી ભગવાનની ઝાંખી (આસીફ જેરીયા, પંકજ શેઠ), તા.૯ના સાંજે ૪:૩૦ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, તા.૧૦ના રાત્રે ૯:૩૦ માતાજીના ગરબા, તા.૧૧ના સાંજે ૬:૩૦ થી રાજકોટ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પ યોજાયેલ છે.આયોજનને સફળ બનાવવા સર્વશ્રી અલ્પેશ કીરીટભાઈ પૂજારા (મો. ૯૭૨૬૫ ૦૦૩૦૭), શબ્બીરભાઈ, ઈમરાનભાઈ બેલી, અલાઉદ્દીનભાઈ કારીયાણી (અલી ગ્રુપ), પૃથ્વીસિંહ ઝાલા, ભગતભાઈ ગઢવી, રોહિતભાઈ ડાભી, નરેશભાઈ ગઢવી, ધીરૂભાઈ ભાડલાવાળા અને દિપકભાઈ ગઢવી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:19 pm IST)