Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

કિયા ગાડીનું બુકીંગ કરાવવા વકીલે આપેલ રકમ ઓળવી જતા શીવમ કિયા અને તેના ટીમ લીડર વિરૂદ્ધ પોલીસને ફરીયાદ

રાજકલઠ તા. ર : રાજકોટમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા શ્રી રીપન ગોકાણીએ કિયા સાવન આઇબી ઓટોમેટીવ પ્રા.લી.માં કીયા સેલટોસ ગાડી બુક કરાવવા રકમ રપ હજાર આપેલ હતી જે રકમ બુકીંગ કેન્સલ થતા પરત ચુકવવાનું કહેલ હોવા છતાં ન ચુકવતા પોલીસ કમિશ્નરશ્રીને લેખીત ફરીયાદ કરેલ હતી.

આ બનાવની હકીકત એવી છે કે, શીવમ કીયા દ્વારા તેમના સેલ્સ ટીમ લીડર જયેશ જોધાનીએ ફરીયાદીની ઓફીસે આવેલ હતા અને જણાવેલ હતું, 'અમો રાજકોટના કીયા મોટર્સમાં ટીમ લીડર તરીકે કામ કરીએ છીએ અને કીયા ગાડીનું અમારી પાસે બુકીંગ કરાવો' જેથી અમોએ કીયા ગાડીની ટેસ્ટ ડ્રાઇવ લીધેલી હતી આ સમયે અમોને એવું જણાવવામાં આવેલ હતું. કે, 'હાલ આપે રૂ. રપ,૦૦૦/-(અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા) આપવાના રહેશે અને જો તા.રર/૦૮/ર૦૧૯ ના ગાડીનું લોચીંગ સમયે ગાડીની કિંમતનો અંદાજ આવશે અને જો આપને કિંમત અનુકુળ ન આવે તો અમો તમનેએ જ દિવસે આપેલ જમા કરેલ રકમ રૂ.રપ,૦૦૦/-(અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા) પરત ચુકવી આપીશું' એવું વચન અને વિશ્વાસ આપેલ હતાો.

આથી ફરીયાદી ગોકાણીએ શીવમ મોટર્સના જયેશ જોધાનીના વચન અને વિશ્વાસ ઉપર તેમજ જોધાનીના ઉચ્ચ અધીકારીની સુચનાથી મોકલેલ રવીભાઇને ફરીયાદીની ઓફીસે તા.૧પ/૦૮/ર૦૧૯ ના રોજ રૂ.રપ,૦૦૦/- (અંકે રૂપિયા પચ્ચસ હજાર પુરા) આપેલ હતા અને તે સંદર્ભેની અમોને અસલ પહોંચ બનાવી દેવામાં આવેલ હતી.

ગત તા.રર/૦૮/ર૦૧૯ ના રોજ કીયા ગાડીનું લોચીગ થતાં જયેશ જોધાનીએ જણાવેલ કિંમત કરતા વધારે કિંમત આવતા ફરીયાદીએ તા.ર૩/૦૮/ર૦૧૯ ના રોજ બુકિંગ કરાવેલ કિયા ગાડીનું એક અરજી દ્વારા કેન્સલ કરાવેલ હતી.

ફરીયાદીએ આપેલ બુકીંગ ડીપોઝીટ પરત મેળવવા માટે જયેશ જોધાનીને અસંખ્ય વાર કહેલ હતું પરંતુ જોધાની દ્વારા કોઇ જ સંતોષકારક જવાબ આપવામાં આવેલ ન હતો અને યેનકેન પ્રકારે પૈસા ન આપવા બહાનાઓ કરવા લાગેલ હતી.

જેથી તેઓએ ભેગામળી એકસંપ કરી કાયદેસરની ડીપોઝીટ કરાવેલ રકમ રૂ.રપ,૦૦૦/- (અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા) ઓળવી જવા માંગતા હોય તેમજ અમોને ખોટા વચનો આપેલ હોય અને અમારી સાથે વિશ્વાસઘાત કરેલ હોય તેથી ફરીયાદીએ જવાબદારો સામે પોલીસ કમિશનરને લેખિત ફરીયાદ કરી છ.ે

(4:04 pm IST)