Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

જીવનમાં સ્માઇલ હોવી જોઇએ, ફોટામા તો દરેક સ્માઇલ આપે છેઃ પૂ.પારસમુનિ

ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત પૂ. સદગુરુદેવ શ્રી પારસમુનિ મ.સાહેબે પંચમદિને 'હરધર્મ ઓર હર મહાપુરૂષ કા કરે સન્માન' વિષય પર પ્રવચનમાં જણાવેલ કે ધર્મ તો આકરા સમવિશાળતા આપે છે. મહાપુરૂષો કોઇ એક ધર્મના નથી હોતા.  તેને કોઇ એક ધર્મની પરિધિમાં બાંધવા તે અપરાધ છે. તે તો બધાના છે. તેણે જે સંદેશ આપ્યો તે સમગ્ર માનવજાતના ઉધ્ધાર અને વિકાસ માટે આપ્યો છે.  જીવનમાં તે મહાપુરૂષોએ આપેલ સંદેશ, ઉપદેશ, પૈગામ, દેશના જન જન માટે છે. 

દરેક મહાપુરૂષનુ સન્માન કરો અને દરેક ધર્મ પાસેથી બે સાચી વાત શીખવાની કોશિષ કરો.

જે સ્વયં ને જીતે તે એક દિવસ મહાવીર બને છે. જેમ રામ દ્વારા રાવણનો અને કૃષ્ણ દ્વારા કંસનો સંહાર કરવામાં આવ્યો . તેમ મહાવીરે ક્રોધ અને કષાય ના કંસ અને રાગ-દ્રેષરૂપી રાવણનો અંત કરીને સદા-સદાને માટે 'નમો અરિહંતાણં' બની ગયા.

પૂ. ગુરૂદેવ પર્યુષણના છઠ્ઠા દિને' હર વ્યકિત બને જીવન કા ઈંજીનિયર ' વિષય પર પ્રવચન આપતા જણાવેલ કે દરેક માણસ પોતાના જીવનમાં સારો બનવા ઈચ્છે છે. સારો દેખાવ ઈચ્છે છે. પણ જીવન સાચા અર્થમાં ત્યારે ઉંચાઇઓને સ્પર્શે છે. જ્યારે તનની સુંદરતા કરતા મનની સુંદરતા સો ગણી વધે છે.  સ્માઇલ જીવનમાં હોવી જોઇએ, ફોટોમાં તો દરેક સ્માઇલ આપે છે. યાદ રાખજો અમૃત પીવે  છે તે દેવ હોય, જે ઝેર પીવા તૈયાર થઇ જાય તે મહાદેવ કહેવાય.

આપણુ જીવન આપણને પ્રકૃતિનો મહાન ઉપહાર મળ્યો છે. જો. જીવન સારી રીતે જીવતા આવડી જાય તો જેમ વાંસમાંથી વાંસળી બની શકે, માટીમાંથી મંગળ કલશ બની શકે . પત્થરમાંથી સુંદર પ્રતિમાં નિર્માણ પામે તેમ જીવનને મહાનતા તરફ લઇ જઇ શકાય છે.  દરેક વ્યકિતએ પોતાના જીવનમાં ઈંજીનિયર બનવુ જોઇએ. કદાચ જીવનમાં કોઇ પણ પ્રકારની અંતરાય આવી જાય તો પણ જેમ એક ઈંજીનીયર ખરાબ મશીનને સારૂ કરી દે છે. તે જ રીતે તમારા જીવનમાં પ્રવેશી ગયેલ દુષ્વૃતિઓને સરખી કરી, સુધારીને એક નિર્મલ અને પવિત્ર જીવનના માલિક બની શકો.

(4:00 pm IST)