Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સોની બજારને સેનેટાઈઝ કરવા ખંભે પંપ લટકાવી નીકળી પડ્યા અભયજી...

રાજકોટ : અઠવાડીયાના વિરામ બાદ સોની બજાર આજે ખુલી ગઈ છે ત્યારે રાજકોટના અને રાજયસભાના સાંસદ શ્રી અભયભાઈ ભારદ્વાજ સવારના પ્હોરમાં લોકસેવકની ફરજ નિભાવવા સેનેટાઈઝર પંપ સાથે સોની બજારમાં નીકળી પડ્યા હતા. સોની બજારમાં સંખ્યાબંધ દુકાનોને પંપ વડે સેનેટાઈઝ કરી એક નોખુ - અનોખુ લોકસેવાનું ઉદાહરણ પૂરૂ પાડ્યુ હતું. તેમની સાથે ભાજપના અગ્રણી ભાઈ - બહેનો જોડાયા હતા. તસ્વીરમાં અભયભાઈના લોકસેવાના કાર્યને આનંદાશ્ચર્યથી નિહાળી રહેલ સોની બજારના શોરૂમ - દુકાનોના માલિકો - કર્મચારીઓ, રૂપાબેન શીલુ સહિતના અગ્રણીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(11:52 am IST)
  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST

  • આજે એક પછી એક મહાનુભાવો કોરોના પોઝિટિવના સાણસામાં સપડાતા જાય છે ,ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,તોઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા રાણીનું કોરોનમાં આજે મૃત્યુ નીપજ્યું છે,હવે મળતા અહેવાલ મુજબ તામિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિત અને ઉ,પી,ના પ્રદેશ બીજેપી અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે access_time 6:20 pm IST

  • ગુજરાતના વધુ એક સંતને ભૂમિપૂજન માટે આમંત્રણ: 5 મી ઓગસ્ટના અયોધ્યા રામ જન્મ ભૂમિ શિલાન્યાસ પૂજનના કાર્યક્રમ માટે સુપ્રસિદ્ધ નડિયાદના સંતરામ મંદિરના મહંતશ્રી પૂજ્ય રામદાસ મહારાજશ્રીને શિલાન્યાસ પૂજન માટે આમંત્રણ અપાયું access_time 9:44 pm IST