Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ચેક રિટર્ન કેસમાં સમાધાન પેટે આપેલ ચેકો પાછા ફરતાં કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા. રઃ રાજકોટના કોઠારીયા સર્કલ પાસે જે. કે. મોલ પાછળ હાર્દિક બફના નામે ધંધો કરતા દિનેશ ભનાભાઇ ગરસરે કેવડાવાડીમાં રહેતા ખીમજી જીણાભાઇ સગપરીયા પાસેથી ધંધાના વિકાસ માટે લીધેલ રકમ રૂ. ૧૧,ર૦,૦૦૦/- પરત ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરતા અદાલતે આરોપી દિનેશ ગરસરે તે ચેક રીટર્ન કેસમાં સમાધાન કરી સમાધાન પેટે આપેલ રકમ રૂ. પ,૦૦,૦૦૦/- તથા રકમ રૂ. ૬,પ૦,૦૦૦/- એમ ચેક રીટર્નના કેસના સમાધાનના કામે આપેલ ચેકો પણ રીટર્ન થતા બે જુદી જુદી ફરીયાદો અદાલતમાં દાખલ કરતા આરોપી દિનેશ ગરસર સામે અદાલતમાં બન્ને કેસોમાં બન્ને કેસોમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, કેવડાવાડીમાં રહેતા ખીમજીભાઇ સગપરીયાએ સોરઠીયાવાડી સર્કલ પાસે હાર્દિક બફના નામે કારખાનું ધરાવતા આરોપી દિનેશ ભનાભાઇ ગરસર સામે રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, ફરીયાદી દિપ્તી ફાઉન્ડ્રીના નામે સ્ક્રેપનો ધંધો કરતા હોય અને તહોમતદાર બફનો ધંધો કરતા હોય ધંધાકીય રીતે મિત્રો હોય અને આરોપીએ પોતાના ધંધાના કિવાસ માટે થોડા સમય પુરતા નાણાની જરૂરીયાત ઉભી થતા રૂ. ૧૧,ર૦,૦૦૦/- ફરીયાદી પાસેથી સંબંધના દાવે મેળવી તે રકમ પરત અદા કરવા ફરીયાદી જોગ પ્રોમીસરી નોટ તથા રકમ મળ્યાની પહોંચ લખી આપેલ અને રકમ રૂ. ૧૧,ર૦,૦૦૦/- પરત કરવા ચેક લખી આપેલ.

આ ચેક રીટર્ન થતા તે કેસના કામે અદાલતમાં આરોપીએ ફરીયાદી સાથે સમાધાન કરી તે સંબંધેનું લખાણ કરી રકમ રૂ. પ,૦૦,૦૦૦/- તથા રકમ રૂ. ૬,પ૦,૦૦૦/- એ રીતે બે ચેકો સુપ્રત કરેલ, જે ચેકો પણ રીટર્ન થતા તે સબંધે અદાલતમાં આરોપી વિરૂધ્ધ જુદી જુદી બે ફરીયાદો દાખલ કરતા રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ધંધાના વિકાસ અર્થે નાણા મેળવી તે પરત ન કરી, કેસના કામે સમાધાન લખી આપી તે પેટે આપેલ ચેકો આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગલોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી ખીમજીભાઇ સગપરીયા વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલ હતા. (૭.૩૬)

(3:41 pm IST)