Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મુંજકામાં રૂડા દ્વારા નિર્મિત આવાસ યોજનામાં કવાર્ટરો બે વર્ષથી નહિં સોંપાતા રોષ

લાભાર્થીઓનાં ટોળા દ્વારા રૂડાનાં સી.ઇ.ઓને રજુઆત

રાજકોટ તા. રઃ શહેરનાં મુંજકા વિસ્તારમાં રૂડા દ્વારા બનાવાયેલ આવાસ યોજનાનાં કવાર્ટરો ર૦૧૯થી તૈયાર હોવા છતાં લાભાર્થીઓને નહીં આપવામાં આવતાં આ બાબતે લાભાર્થીઓએ આજે રૂડાનાં સી.ઇ.ઓ.ને આવેદનપત્ર પાઠવી વહેલી તકે કવાર્ટરો ફાળવવા માંગ ઉઠાવી હતી.

આવેદનમાં જણાવાયું હતું કે ર૦૧૯માં આ કવાર્ટરોમાં ડ્રો થયેલ ત્યારબાદ અવાર-નવાર કવાર્ટરો ફાળવવા રજુઆત થયેલ છતાં ર૦ર૧ સુધી કવાર્ટરો નથી અપાયા ત્યારે આ બાબતે તાત્કાલીક યોગ્ય કરવા માંગ છે જેથી ગરીબ લોકોને ભાડાનાં મકાનની મુશ્કેલી દુર થાય.

આ રજુઆતમાં આશિષ વાઘેલા, અલ્પેશ નિમાવત, નિલેશ મહેતા સહીત ૩૦ થી વધુ લાભાર્થીઓ જોડાયા હતાં.

(4:34 pm IST)