Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જિલ્લા મહિલા મોરચાના પ્રમુખપદે સીમાબેન જોશીની નિમણુંક

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાની વરણી : જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભા, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ કમલેશભાઈ રોકડ, જિલ્લા અનુ.જાતિ મોરચાના પ્રમુખપદે મનોજભાઈ રાઠોડની વરણી

રાજકોટ, તા.૨: રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળની અખબારી યાદીમાં જણાવે છે કે, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વશ્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ પ્રદેશ ભાજપ તેમજ તમામ મોરચાના પ્રમુખ સાથે પરામર્શ કરીને રાજકોટ જીલ્લાના મહિલા મોરચા, કિસાન મોરચા, બક્ષીપંચ મોરચા, અનુસુચિત મોરચા તેમજ લઘુમતી મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીઓની વરણી કરવામાં આવેલ છે.

જેમાં જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન જોશી તથા મહામંત્રી તરીકે જીજ્ઞાબેન પટેલ, અસ્મિતાબેન રાખોલિયા, જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે હરેશભાઈ હેરભા, મહામંત્રી તરીકે કિશોરભાઈ રાઠોડ, નવીનપરી ગોસ્વામી, જીલ્લા કિસાન મોરચાના  પ્રમુખ તરીકે કમલેશભાઈ રોકડ, મહામંત્રી તરીકે ચેતનભાઈ ભોવાનભાઈ ચપલા તથા મુકેશભાઈ ચનાભાઈ બારૈયા, જીલ્લા અનુસુચિતજાતી મોરચાના પ્રમુખ તરીકે મનોજભાઈ રાઠોડ, મહામંત્રી તરીકે લાલજીભાઈ આઠુ મહેશભાઈ વાણીયા, જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે અલાઉદીનભાઈ ફોગ, મહામંત્રી તરીકે સલીમભાઈ પતાણી તથા મલેક અસલમ અગ્રેમાનની નિમણુક કરવામાં આવી છે.  આ વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદો મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યો ગીતાબા  જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયા તથા જીલ્લાના હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી છે.

(4:32 pm IST)