Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

રાજકોટના વેજાગામ વાજડીમાં બે કોટુંબીક ભાઇ-એક બહેનનો કૂવામાં કૂદી આપઘાત

દિલ્હી પબ્લીક સ્કૂલ નજીકના કાચા રસ્તા પર બનાવઃ ઘટના પાછળનું કારણ જાણવા પોલીસ તપાસનો ધમધમાટઃ ત્રણેયની ઉમર ૧૭ થી ૧૯ વર્ષ : માધાપર, સંતોષીનગરના કવા બાંભવા, ડાયા બાંભવા અને પમીબેન બાંભવાએ એક જ મોટર સાઇકલમાં આવી પગલુ ભર્યુઃ યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે

રાજકોટ તા. ૨ઃ શહેરના કાલાવડ રોડ પર દિલ્હી પબ્લીક સ્કૂલ સામે વેજાગામ વાજડી જવાના કાચા રસ્તા પર આવેલા કૂવામાંથી એક સગીરા, એક સગીર અને એક યુવાનની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. બનવાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૃ કરતાં આ ત્રણેય કોૈટુંબીક ભાઇ-બહેન હોવાનું અને એક જ બાઇક પર આવી કૂવામાં કૂદી આપઘાત કરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભરવાડ પરિવારના આ ભાઇઓ અને બહેને આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વેજાગામ વાજડીમાં દિલ્હી પબ્લીક સ્કૂલ સામેના કાચા રસ્તે આવેલા ખરાબાના કૂવામાં એક યુવતિ અને બે યુવાન પડી ગયાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, સાજીદભાઇ ખેરાણી, હરપાલસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમના હીંગોરાભાઇ, દિલાવરભાઇ, હર્ષદભાઇ, સુરેશભાઇ સહિતે ત્યાં પહોંચી ત્રણેયને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્રણેયના મૃતદેહ જ હાથ આવ્યા હતાં.

પોલીસ તપાસમાં મૃતકોના નામ કવા પબાભાઇ બાંભવા (ઉ.વ.૧૭), ડાયા પ્રભાતભાઇ બાંભવા (ઉ.વ.૧૭) અને  પમી હેમાભાઇ બાંભવા (ઉ.વ.૧૯) હોવાનું ખુલ્યું હતું. આ ત્રણેય પૈકીના બે માધાપર દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે રહેતાં હોવાનું અને એક રેલનગરમાં રહેતાં હોવાનું ખુલ્યું છે. આ ત્રણેય ગઇકાલના સાંજે ઘરેથી નીકળી ગયા હતાં. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

(3:58 pm IST)