Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

માધાપરમાં ખાનગી સરકારી જમીન પચાવી પાડવા અંગે સંજય ગમારા વિરૂધ્ધ અરજી

કલેકટર તંત્રને ફરીયાદ દાખલ કરવા ફરીયાદીની માંગણી

રાજકોટ તા.ર : માધાપર ગામની બીનખેતી ખાનગી માલીકી તથા યુએલસીની સરકારી જમીન પર દુકાનો બનાવી ભાડાની આવકો કમાતા સંજય ગમારા (ભરવાડ) વિરૂધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમ, ર૦ર૦ હેઠળ ફોજદારી ફરીાયદ દાખલ કરવા બાબતે કલેકટરશ્રીને અરજી કરેલ

આ અંગેની ફરીયાદી હરેશભાઇ મુળુભાઇ રાઠોડની માલીકીની જમીન જામનગર રોડ પર રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના ગામ માધાપરના રેવન્યુ સર્વે નં.૩પ-૩ તથા નં.૩૬-૧ની બીનખેતી જમીનના પ્લોટ નં.૧૯ પૈકીની બીનખેતી જમીન આ. ૪૩૩-૯૬ ચો.મી.અન્ય ભાગીદારો સાથે સહહિસ્સે ધરાવીએ છીએ તથા અમારી માલીકીની જમીન પ્લોટ નં.૧૯ પૈકીની બીનખેતી જમીન આ. ૧૬૯-૯૧ ચો.મી.યુ.એલ.સીમાં ફાજલ થયેલ છે. જેનો કબ્જો પણ જે - તે સમયે સરકારશ્રીએ સંભાળી લીધેલ હતો.

હાલમાં લોકડાઉન દરમિયાન અમો ઘણા સમયથી ઉપરોકત જમીન પર જઇ શકેલ નહી જેથી થોડા દિવસ પહેલા અમો તથા મારા મિત્ર શ્યામભાઇ સદર અમારી માલીકીની જમીન પર સવારના સમયે આંટો મારવા ગયેલ ત્યારે ત્યાં સ્થળ પર પહોંચતા જોયુ કે અમારી માલીકીની જમીનની પાસે કોઇ અજાણ્યા ચાર-પાંચ માણસો હાજર હોય જે પૈકી સંજય ગમારા (ભરવાડ)નામની વ્યકિતએ અમારી માલીકીની જમીન તથા યુ.એલ.સી.મા ફાજલ થયેલ સરકારશ્રીએ કબ્જો લીધેલ જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી તેના ઉપર ગેરકાયદે બાંધકામ કરી પાકી દુકાનો બનાવી ત્રાહિત વ્યકિતઓને ગેરેજ તથા ભોજનાલય રેસ્ટોરન્ટ માટે ભાડે આપેલ છે. જેથી અમોએ આ જમીન અમારી માલીકીની છે તેવું જણાવતા આ સંજય ગમારા ખુબજ ઉશ્કેરાય ગયેલ અને બેફામ ગાળો આપી ધમકી આપેલ હતી.

આ બનાવ અમો કલેકટરશ્રી, રાજકોટને ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમ, ર૦ર૦ હેઠળ જરૂરી ફી ભરી લેખીત ફરીયાદ દાખલ કરેલ છે.

(3:35 pm IST)