Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કાલે રાજકોટમાં સર્જાશે 'ઝીરો શેડો ડે' ની વિરલ ઘટના

બપોરે ૧૨.૪૫ વાગ્યે પડછાયો અદ્રશ્ય થશે : લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓનલાઇન નિદર્શન

રાજકોટ તા. ૨ : સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન અને મહાનગરપાલિકા સ્થાપિત અને સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન સંચાલિત ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ દ્વારા કાલે તા. ૩ ના 'ઝીરો શેડો ડે' ની ઉજવણી કરાશે. કાલે મધ્યાહને રાજકોટમાં વસ્તુઓનો પડછાયો બરાબર તેમની નીચે પડશે. જેથી અદ્રશ્ય થતો જોવા મળશે. રાજકોટમાં આવી ઘટના વર્ષમાં બે વખત તા. ૩ જુન અને ૯ જુલાઇના જ જોવા મળે છે.

ઝીરો શેડો ડે માત્ર કર્કવૃત અને મકરવૃતની વચ્ચે આવેલ સ્થળોએજ અનુભવાય છે. તે પણ તેમનાં અક્ષાંશ પ્રમાણે અલગ અલગ દિવસે. રાજકોટમાં કાલે તા. ૩ ના ગુરૂવારે બપોરે ૧૨.૪૫ વાગ્યે આ અદ્દભુત કુદરતી ઘટના જોવા મળશે. કોવિડ-૧૯ ની પરિસ્થિતિ ધ્યાને લઇ લોક વિજ્ઞાન કેન્દ્રની બિંગ બેંગ એસ્ટ્રોનોમી કલબ દ્વારા આ ઘટનાનું જીવંત પ્રસારણ ઝુમ તેમજ યુ-ટયુબ પર કરવામાં આવશે. કાલે બપોરે ૧૨.૩૦ થી ૧ દરમિયાન થનાર આ જીવંત પ્રસારણમાં રસ ધરાવતા સૌ કોઇએ જોડાઇ જવા અનુરોધ કરાયો છે.

જેમાં ઝીરો શેડો ડે ની ઘટના વિષે વૌજ્ઞાનિક માહીતી તેમજ નિદર્શન વિષે લાઇવ કોમેન્ટરી રજુ થશે. જોડાવા ઇચ્છુકોએ ઝુમ લીંક મેળવવા મો.૯૯૭૮૮ ૨૫૮૨૯ ઉપર વોટસએપ મેસેજ કરવા અથવા લોક વિજ્ઞાન કેન્દ્રની યુ-ટયુબ ચેનલની વિઝીટ કરવા જણાવાયુ છે.

(3:09 pm IST)