Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

જી.એસ. ક્રેડીટ સોસાયટીના લાખોની રકમની ઉચાપત કેસમાં સંજય પંડિતની બિન-તહોમત છોડવાની અરજી નામંજુર

રાજકોટ તા. રઃ નાણા ઓળવી જવાના ગુન્‍હામાં સંજય હેમંતભાઇ પંડીતની બિનતહોમત છોડી મુકવાની અરજી અદાલતે રદ કરી હતી.

અરજદાર સંજય પંડીતે આજથી બાર વર્ષ પહેલા જી.એસ. કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના સંચાલક તરીકે હોદ્દો મેળવી જુદી જુદી સ્‍કિમોની લોભામણી જાહેરાત કરી એજન્‍ટો મારફતે નાના અને ગરીબ માણસો પાસેથી નાણાનું રોકાણ કરાવી જી. એસ. મિત્ર મંડળ નામની બોગસ સંસ્‍થા ઉભી કરી સંજય પંડીતે ક્રેડીટ સોસાયટીમાં ઓડીટ રીપોર્ટ ર૦૧૧ પ્રમાણે લોકો પાસેથી થાપણો, ફિકસ ડીપોઝીટ, ડેઇલી બચતો વિગેરે પૈસા ઉઘરાવી અને ઓડિટ વખતે નહીં દર્શાવી અને ઓફિસને તાળા મારી પૂર્વઆયોજીત કાવતરૂં રચી બોગસ સહિતો કરી તેને સાચા તરીકે ઉપયોગ લઇ રૂા. ૭૬,૦૦,૦૦૦/- નું આર્થિક કૌભાંડ કરેલ જે સંદર્ભે આઇ.પી.સી. કલમ-૪૦૯, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા ૧ર૦(બી) વિગેરે મુજબનો ગુનો દાખલ થયેલ અને ચાર્જશીટ થતાં મુખ્‍ય આરોપી તરીકે સંજય પંડીત રહેલ અને કોર્ટમાં ફોજદારી કેસ નં. ૯૯૬૧/ર૦૧૩ થી ટ્રાયલ ચાલતા સંજય પંડીતે તેમની વિરૂધ્‍ધ કોઇ ગુન્‍હો બનતો ન હોય બિનતહોમત છોડી મુકવા જયુડીશ્‍યલ જે.એમ.એફ.સી.ની કોર્ટમાં અરજી કરતાં કોર્ટે અરજી નામંજુર કરેલ હતી.

આથી સંજય પંડીતે આ હુકમથી નારાજ થઇ સેશન્‍સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરતાં અને સમગ્ર તપાસનીશ અધિકારીનો રજુ કરેલ રેકોર્ડ મંગાવી બન્‍ને પક્ષોને તથા મૂળ ફરીયાદી મારફત પણ વાંધા રજુ થયેલ એમાં સરકારી વકીલ સમીર ખીરાએ દલીલ કરતાં જણાવેલ કે હાલનો અરજદાર આરોપી આર્થિક ગોટાળામાં સ્‍પષ્‍ટ સંડોવાયેલો છે. તેનું નામ આરોપી નં. ૧ તરીકે ચાર્જશીટમાં પ્રથમ દર્શાવેલ છે. પ્રથમ દર્શનીય રીતે તેઓ વિરૂધ્‍ધનો કેસ છે. અરજદાર મુખ્‍ય આરોપી છે અને પ્રથમથી જ એફ.આઇ.આર.માં નામ છે. આ તમામ દલીલો ધ્‍યાને લઇ સંજય પંડીતની બિનતહોમત છોડી મુકવાની અરજી એડીશ્‍નલ સેશન્‍સ જજ વી. ડી. પટેલ નામંજુર કરેલ હતી.

સરકાર પક્ષે રાજકોટનાં વિદ્વાન સરકારી વકીલ સમીર ખીરા રોકાયેલા અને મુળ ફરીયાદી તરફે એ.બી. ઠકકર એડવોકેટ રોકાયેલા હતા.

 

(4:22 pm IST)