Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

જિલ્લા સહકારી સંઘ - રજીસ્‍ટ્રાર કચેરી દ્વારા મહિલા સેમીનાર

રાજકોટ : જીલ્લા સહકારી સંઘ અને જીલ્લા રજીસ્‍ટ્રાર કચેરીના ઉપક્રમે સરકારશ્રીના જી-ર૦ કાર્યક્રમ અન્‍વયે શ્રી આર.આર.પટેલ મહિલા કોલેજમાં યુવાઓ અને મહિલા સેમીનાર શ્રી વી.આર. કપુરીયા જીલ્લા રજી.ના (સ.મં.) અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ. આ સેમીનારમાં કોલેજના પ્રિન્‍સીપાલ શ્રી બાલધા, પ્રા. ડોબરીયા રાજકોટ જીલ્લા સહકારી સંઘના એકઝી. ઓફિસરશ્રી પરેશભાઇ ફેફર ઉપસ્‍થિત રહેલ. આ સેમીનારમાં પ્રા. ડોબરીયા સાહેબે પ્રાસંગીક પ્રવચન આપેલ. આ સંચાલન જીલ્લા સંઘના સી.ઇ.આઇ. એ.જે.ઘેટીયાએ કરેલ. આ સેમીનારમાં કોલેજની અભ્‍યાસ કરતી ૧રપ બહેનોએ ભાગ લીધો હતો.

(4:09 pm IST)