Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

રવિવારે ‘સેવાના સમર્પણ' કાર્યક્રમઃ લેઉવા પટેલ જ્ઞાતિના નિરાધાર બહેનોને અનાજકીટ વિતરણ

ખોડલધામ મહિલા સમિતિ અને લેઉવા પટેલ સોશ્‍યલ ગ્રુપ મહિલા સમિતિ દ્વારા

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ અને સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલું છે સાથે સાથે ગ્રુપ શ્રી લેઉવા પટેલ સોશ્‍યલ ગ્રુપ મવડી પણ સેવાની પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. માર્ગદર્શક અને શ્રી ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની પ્રેરણાથી અને શ્રી લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ મવડીના ચેરમેન શ્રી જીતુભાઈ સોરઠીયાના માર્ગદર્શનથી ખોડલધામ મહિલા સમિતિના સુમીતાબેન કાપડિયા તથા લેઉવા પટેલ સોશ્‍યલ ગ્રુપના સવિતાબેન સભાયાના સંચાલનથી સેવાના સમર્પણ કાર્યક્રમ અંતર્ગત વિધવા બહેનોને માટે કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે.

નિરાધાર ૨૦૦ બહેનોને તા.૫ના રવિવારે સાંજે ચાર વાગ્‍યાથી શ્રી સોરઠીયા પરિવારની વાડી મવડી રોડ ખાતે આ કીટ વિતરણ કરવામાં આવશે. જ્ઞાતિની બહેનોને કીટ અપાશે. થોડા સમય બાદ અન્‍ય જ્ઞાતિની બહેનોને કીટ અપાશે. સુમીતાબેન કાપડીયા, સવિતાબેન સભાયા, રમાબેન ઠુંમર, રસીલાબેન સોરઠીયા, જસુબેન અકબરી, ગીતાબેન સોરઠીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:46 pm IST)