Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

કાલાવડ રોડ પરનો ન્‍યારી ફિલ્‍ટર પ્‍લાન્‍ટ ચોખ્‍ખો ચણાંક કરાયો ક્‍લેરીફાયર સફાઈની કામગીરી કરવામાં આવી

ત્રણ પૈકી એક ક્‍લેરીફાયરની સફાઈ દરમ્‍યાન સંબંધિત વોર્ડનાં વિસ્‍તારોનેઅન્‍ય બે ફિલ્‍ટર પ્‍લાન્‍ટમાં ડાયવર્ટ કરી પાણી વિતરણ ચાલુ રખાયું

રાજકોટ તા. ૧ : વોટર વર્કસ (વેસ્‍ટ ઝોન) શાખા અંતર્ગતના ન્‍યારી ફિલ્‍ટર પ્‍લાન્‍ટ પર ક્‍લેરીફાયરમાં બ્રિજનું મેઈન્‍ટેનન્‍સનું કામ તારીખઃ ૨૩-૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૩નાં રોજ શટડાઉન લીધા વિના પૂર્ણ કરવામાં આવેલ છે. જેના પરિણામે ન્‍યારી ફિલ્‍ટર પ્‍લાન્‍ટ હેઠળનાં વિસ્‍તારોમાં નિયત પાણી પુરવઠા વિતરણ ચાલું રાખી શકાયું હતું. ક્‍લેરીફાયરના બ્રિજનું મેઈન્‍ટેનન્‍સ કામ હાથ ધરવામાં આવેલ તેમજ સરકારશ્રીના સુજલામ સુફલામ અભિયાન અન્‍વયે ક્‍લેરીફાયરની સફાઇ પણ હાથ ધરવામાં આવેલ.

ન્‍યારી ખાતે કુલ ત્રણ ફિલ્‍ટર પ્‍લાન્‍ટ કાર્યરત છે જેમાંથી એક ફિલ્‍ટર પ્‍લાન્‍ટમાં ક્‍લેરીફાયરની સફાઈ કામગીરી કરવાની હોવાથી તે ફિલ્‍ટર પ્‍લાન્‍ટ હેઠળ આવતા વિસ્‍તારોનું પાણી વિતરણ અન્‍ય બે ફિલ્‍ટર પ્‍લાન્‍ટમાં ડાયવર્ટ કરી પાણી વિતરણ રાબેતા મુજબ રાખી સફાઈની કામગીરી કરવામાં આવી હતી. જેનાથી ન્‍યારી ફિલ્‍ટર પ્‍લાન્‍ટ હેઠળ આવેલ વિસ્‍તારોમાં પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ રાખી સફાઈની કામગીરી કરવામાં આવી હતી.

(4:05 pm IST)