Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જીલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભગવો લહેરાતા શહેર ભાજપ દ્વારા વિજયોત્સવઃ ફટાકડા ફોડયા-મોં મીઠા કર્યા

રાજકોટઃ ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત તથા ૮૧ નગર પાલિકાની રવિવારે યોજાયેલ સામાન્ય ચૂંટણીનાં પરિણામો આજે જાહેરાત થયા હતા.જેમાં મોટાભાગની જીલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકામાં ભાજપે બહુમતી મેળવતા રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અગ્રણી નીતિન ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની ઉપસ્થિતીમાં ફટાકડા ફોડી, મોં મીઠા કરી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, રાજુ ધ્રુવ, કિશોર રાઠોડ , મનીષ રાડીયા, અશ્વિન મોલીયા, વિક્રમ પુજારા, અનિલભાઇ પારેખ, હરેશ જોશી, જયંત ઠાકર સહિતનાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:14 pm IST)
  • અમિત ચાવડા, ધાનાણી અને મોઢવાડિયાના ગઢમાં ગાબડા : ગુજરાત કોંગ્રેસના દિગ્ગજો અમિત ચાવડાના ગઢ આણંદ, વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ગઢ ગણાતા અમરેલી, દિગ્ગજ કોંગી નેતા અર્જુન મોઢવાડિયાના ગઢ સમાન પોરબંદર પંથકમાં કોંગ્રેસ ભોંભીતર થઇ ગઇ છે access_time 3:54 pm IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની કસ્તુરબાધામ બેઠક ઉપર ભાજપના ભુપતભાઈ બોદર જંગી બહુમતીથી જીતી ગયા છે access_time 11:39 am IST

  • ભુજ ન.પા.માં વોર્ડ 2 માં ભાજપે માંગ્યું રી કાઉન્ટીગ: મતમાં ફેરફાર આવ્યા: ભાજપના એક ઉમેદવારની 57 મતે જીત થઇ:.કોંગ્રેસના 3 ઉમેદવાર વિજેતા access_time 12:29 pm IST