Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

અરે... રે કુદરત ! જેની ઉંમર જ ફુગ્ગાથી રમવાની હોય છતાંય ફુગ્ગા વેચવા બેસવાનું?

રાજકોટ : હજી તો રમવા કુદવાની ઉંમર હોય અને રોજી રોટી મેળવવા ધંધામાં જોતરાય જવુ પડે તે કેવુ? પણ પાપી પેટનો સવાલ હોય ત્યાં શું થાય? અહી જોવા મળતી તસ્વીરમાં હજુ તો ઉગીને ઉભો થઇ રહેલ ટેણીયો ફુગ્ગા વેચવાના વ્યવસાયમાં  જોડાય ગયો છે. ફુગ્ગા રમવાની તો હજી તેની ઉંમર છે. પણ એના નશીબમાં કયાં રમાવા કુદવાનું જ લખ્યુ હતુ. ફુગ્ગા વેચવાની રઝળપાટમાંથી નવરાશ મળે તો રમવાનું શુજેને? કોઇ તેની પાસેથી ફુગ્ગા ખરીદે તો પણ ફુગ્ગાથી રમ્યા બરાબરનો આનંદ તના ચહેરા પર તરવરી રહે છે. અહીં જોવા મળતી તસ્વીર ઘણું કહી જાય છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

 

(4:19 pm IST)