Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

બેંકને લોન પેટે આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા

રાજકોટ તા.રઃ મોટી રકમની લોન લીધા પછી લોન ન ભરવામાં આવતા લોન આપનાર ઇન્ડસઇન્ડ બેંકને લોન પેટે આપેલ ચેક રીટર્ન થયાના કિસ્સામાં ચેતવણી રૂપ ચુકાદો કોર્ટે આરોપીને બે વર્ષની સજા ફટકારી છે.

આ કેસની હકીકત એવી છે કે વેરાવળ રહેવાસી ભરતભાઇ ઇશ્વરભાઇ વ્યાસનાએ ઇન્ડસઇન્ડ બેન્ક લી. માંથી વાહનની ખરીદી કરવા માટે લોન લીધેલ હતી. સદરહું લોન ભરપાય કરવા માટે ચેક આપેલ હતો. જે અપુરતા ભંડોળના કારણે બેંકમાંથી પાછો ફરતા ઇન્ડસઇન્ડ બેન્ક લી.નાએ ભરતભાઇ ઇશ્વરભાઇ વ્યાસ સામે જુનાગઢની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ હેઠળ ફરિયાદ કરેલ હતી.

આ ફરીયાદ જુનાગઢના એડી. ચીફ. જયુડી. મેજી. જુનાગઢ શ્રી એમ.વી. પટેલની કોર્ટમાં કેસ ચાલી જતા ફરીયાદીના વકીલે આ કેઇસની કડીબદ્ધ રજુઆત કરી આરોપી સામે સબળ અને સચોટ પુરાવો આપી કેસના સમર્થન માટે જુદી જુદી નામ. હાઇકોર્ટના તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરતા મેજીસ્ટ્રેટે કેસ સાબીત માની તા. ૨૮-૦૧-૨૦૧૯ના રોજ આરોપીને તકસીરવાન ઠરાવી-ર વર્ષની સાદી કેદની સજા ફરમાવેલ અને આરોપીએ ફરીયાદીન કાયદાની જોગવાઇ મુજબ વળતર પેટે રૂ. ૨,૫૨,૦૦૦/- પુરા ચુકવી આપવા અને જો તેમાં કસુર કરે તો વધુ -ર માસની સજા ભોગવવી તેવો હુકમ કરેલ છે.(૧.૩૧)

 

(4:09 pm IST)