Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

ટી.સી.- એ.સી.સી. રેન્કર કવોટાના સિલેકશનનો નિવેડો જલ્દી લાવોઃ વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા ડીઆરએમને રજૂઆત

રાજકોટ : વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના ડિવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાએ ડીઆરએમ શ્રી નીનાવેને મળી ટીસી-એસીસી રેન્કર કવોટામાં જે સિલેકશન થયુ હતું જેનો નિર્ણય ત્વરીત લાવવામાં આવે. હિરેનભાઈએ વધુમાં જણાવેલ કે, સાથોસાથ જે વેકેન્સીની કાર્યવાહી બાકી છે તેની જલ્દીથી કામગીરી કરવામાં આવે. ગાર્ડ અને એએસએમના રેન્કર કવોટામાં તથા અન્ય ડી થી સી ગ્રુપની ખાલી જગ્યાઓ ભરવામાં આવે. ડીઆરએમ શ્રી નીનાવેએ જલ્દીથી આ કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યુ હતું.

(3:54 pm IST)