Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

'ધ ગોલ્ડન ક્રાઉન સ્નૂકર કલબનો' અભિનેત્રી રીમીસેનના હસ્તે પ્રારંભ

રાજકોટઃ શહેરના નાનામવા વિસ્તારમાં કલ્યાણ પાર્ટી પ્લોટ સામે ધ ગોલ્ડન ક્રાઉન સ્નૂકર કલબનો અભિનેત્રી રીમીસેનના હસ્તે પ્રારંભ કરવામાં આવેલ. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી અદ્યતન સ્નુકર કલબ એન્ડ ટ્રેનીંગ સેન્ટરનો યુવાઓ માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે. સ્નૂકર કલબનું ઉદ્ઘાટન બોલીવુડની સુપરહિટ ફિલ્મ ધૂમ, ગોલમાલ, હંગામા, કયુ કી સહિતની હિટ ફિલ્મોની અભિનેત્રી રીમીસેન હસ્તે કરવામાં આવ્યું હતું. સ્નૂકર એક એવી રમત છે. જેમાં ટાઈમિંગ એન કોન્સન્ટ્રેટ થવું જરૂરી હોઈ છે અને આજના યુથ માટે સ્નૂકર રમવું અને તેને શીખવું ખુબ જ જરૂરી હોવાનું કલબના સંચલાક મયુરસિંહ રાણા, સતિષભાઈ ગમારા, પ્રદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:53 pm IST)