Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

એસકેપી સ્કુલ દ્વારા સોમવારથી ત્રિદિવસીય પ્રદર્શનઃ જ્ઞાન - ગમ્મત સાથે છાત્રોની આંતરિક શકિત ખીલશે

અંતરીક્ષ - બ્રહ્માંડના રહસ્યો - હોરર શો - કરાટે શો

રાજકોટ, તા. ૨ : શૈક્ષણિક સંસ્થા એસકેપી સ્કુલ દ્વારા આગામી તા.૪ થી ૬ (સોમથી બુધ)ના સવારે ૮ થી ૧૨ અને બપોરે ૨ થી ૬ વાગ્યા દરમિયાન ૧૫૦ ફૂટ રીંગ રડ પર ઓમનગર બીઆરટીએસ સર્કલથી ૪૦ ફૂટ રોડ ઉપર આવેલ શાળા સંકુલ ખાતે જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ ભવ્ય પ્રદર્શનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના અદ્દભૂત મોડેલ્સ, ગણિત વિષયની વિવિધ રમતો તેમજ કોયડાઓ, અંતરીક્ષ અને બ્રહ્માંડના સદસ્યો, ભારતની ભવ્યતાની ઝાંખી કરાવતા સ્મારકો, સિયાચીન સરહદની ડોકયુમેન્ટરી, પરીઓની વિશિષ્ટ દુનિયા, એન્ટીક ચીજવસ્તુઓનો અદ્દભૂત ખજાનો, ડિઝનીલેન્ડ, હોરર હાઉસ, રોબોટીકસ, લીટલ સર્કસ, પપેટ શો, મેજીક શો, ફેશન શો, સ્માર્ટ સીટી, બેટી બચાવો, કલીનેથોન અને કરાટે શો જેવા વિવિધ વિષયોને આવરીને શહેરનું સૌથી ભવ્ય આયોજન બની રહે તેવો અદ્દભૂત પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્ઞાન ગમ્મતના લોકમેળા સ્વરૂપ આ પ્રદર્શનમાં જાહેર જનતાને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. પ્રદર્શનને નિહાળવા સ્કુલના આચાર્ય અશોકભાઈ પાંભર તથા રમેશભાઈ પાંભર દ્વારા અનુરોધ કરાયો છે.(તસ્વીર : અશોક બગથરીયા

(3:28 pm IST)