Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

પતિ બટરને બદલે તેલમાં બનાવેલી પાઉભાજી લઇ આવતાં ઝઘડો...સોનલબેને જન્મદિવસે જ ઝેર પી જિંદગી ટૂંકાવી

કોઠારીયા રોડ હુડકો ચોકી પાછળ પૂજા પાર્કમાં બનાવઃ બાવાજી પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨: દંપતિ વચ્ચે રોજબરોજ કોઇને કોઇ બાબતી મીઠા ઝઘડા થતાં હોય છે. જો કે ઘણી વખત નાની એવી વાતમાં માઠુ લાગી જતાં વાત વણસી પણ જતી હોય છે. પૂજા પાર્કમાં રહેતાં બાવાજી મહિલાએ ગઇકાલે પોતાના જન્મ દિવસે જ ઝેર પી જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. કારણ એવુ બહાર આવ્યું છે કે આ મહિલાને બટરમાં બનાવેલી પાઉભાજી ખાવી હતી, પણ પતિ ભુલથી તેલમાં વઘારેલી પાઉભાજી લાવ્યા હતાં!...ને વાત આપઘાત સુધી પહોંચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ પૂજા પાર્ક-૩માં રહેતી સોનલબેન જીવણદાસ દાણીધારીયા (ઉ.૪૦) નામની બાવાજી મહિલાએ રાત્રે નવેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.  પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ આ બાબતે ભકિતનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ એ. વી. પીપરોતર અને રામદેવસિંહ જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ સોનલબેનના પતિ પ્રભુદાસ દાણીધારીયા છુટક મજૂરી કરે છે. તેને સંતાનમાં એક પુત્ર છે. ગઇકાલે સોનલબેનનો બર્થ ડે હોવાથી તેણે પતિને બહારથી બટરમાં બનાવેલી પાઉભાજી લાવવાનું કહ્યું હતું. પણ પતિ ભુલથી તેલમાં બનાવેલી ભાજી પાઉ લઇ આવતાં આ બાબતે બંને વચ્ચે ચડભડ થઇ હતી અને સોનલબેને ઝેર પી લીધું હતું. બનાવથી પરિવારમાંગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૫)

 

(11:33 am IST)