Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

સણોસરાના ગોપાલ વાઘેલાને મેહુલ અને રાજૂ ભરવાડે ઢીકા-પાટુ માર્યાઃ એટ્રોસીટી

રાજકોટ તા. ૨: કુવાડવા રોડ સાત હનુમાન પાછળ સણોસરામાં રહેતાં ગોપાલ બચુભાઇ વાઘેલા (ઉ.૩૩) નામના દલિત યુવાનને તે પોતાના પુત્રને વાહનમાં બેસાડી શાળાએ મુકવા જતો હતો ત્યારે રસ્તામાં મેહુલ ભરવાડ અને રાજૂ ભરવાડે અટકાવી ઝઘડો કરી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ઢીકા-પાટુનો માર મારતાં કાનમાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં કુવાડવા પોલીસને જાણ કરાઇ હતી.

ગોપાલના કહેવા મુજબ ગઇકાલે મેહુલ ભરવાડ અને રાજૂ ભરવાડ સાથે પાણીના વાલ્વ ખોલવા બાબતે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી હુમલો કરાયો હતો. પોતે પુત્ર હર્ષિદ (ઉ.૭)ને સ્કૂલે મુકવા જતો હતો ત્યારે બંને ભરવાડ શખ્સે ઉભો રાખી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત થાય તેવા શબ્દો બોલી મુક્કો માર્યો હતો. માથાકુટ થતાં તેનો દિકરો પણ પડી જતાં તેને પણ જમણા હાથે ઇજા થઇ હતી. કુવાડવા પોલીસે આઇપીસી ૩૨૩, ૧૧૪, એટ્રોસીટી એકટની કલમ ૩ (૨), ૫-એ મુજબ ગુનો નોંધ્યો છે. એસસીએસટી સેલના એસીપીની રાહબરી હેઠળ વિશેષ તપાસ થઇ રહી છે. બંને ભરવાડ શખ્સને સકંજામાં લેવાયા છે. 

(11:32 am IST)