Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

લગ્નગીત સ્પર્ધામાં નટરાજનગર શાખા સૌરાષ્ટ્રમાં પ્રથમ

ભારત વિકાસ પરિષદ દ્વારા સુરેન્દ્રનગરમાં સ્પર્ધા યોજાઇ

રાજકોટ : ભારત વિકાસ પરિષદ દ્વારા  તાજેતરમાં લગ્નગીત સ્પર્ધા યોજાઇ હતી, જેમાં રાજકોટની નટરાજ નગર શાખા સૌરાષ્ટ્રમાં પ્રથમ વિજેતા બની હતી.

ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર -કચ્છ પ્રાંત દ્વારા લગ્ન ગીત સ્પર્ધા ''લગ્નોત્સવ-૨૦૧૮''નું આયોજન સુરેન્દ્રનગર ખાતે તા.૩૦ ના રોજ કરવામાં આવેલ. સમાજમાં આપણી સાંસ્કૃતિક વિરાસત તેમજ રિવાજ, પરંપરા જળવાઇ રહે તેવા શુભ આશયથી દર વર્ષે લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

જેમાં ભારત વિકાસ પરિષદની શાખાઓ દ્વારા કંકોત્રીથી લઇને કન્યા વિદાય સુધી પ્રસંગોના ગીતો રજૂ કરવામાં આવેલા. નટરાજ નગર શાખા રાજકોટ દ્વારા રજૂ કરવામાં આવેલ ''કંસાર'', ''લાડો લાડી જમે રે કંસાર'' નો પ્રથમ નંબર આવ્યો હતો. આ પ્રસ્તુતિને ઉત્તમ તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે નટરાજ નગર શાખાના શ્રીમતી ડોલીબેન લાઠીયા, ડો. ધારાબેન ધમસાણીયા, શ્રીમતી ક્રિષ્નાબેન કોટક, શ્રીમતી શ્રુતિબેન છત્રારા, શ્રીમતી નીપાબેન ભાયાણી, શ્રીમતી અમીતાબેન ગોસ્વામી, શ્રીમતી મનિષાબેન ગોંડલીયા તેમજ શ્રીમતી પૂજાબેન સિતાપરા એ ખુબ જહેમત ઉઠાવી હતી.

(4:04 pm IST)