Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

યુવા લોયર્સ એસો. દ્વારા વર્ષ ૨૦૧૯ના કેલેન્ડરનું ડીસ્ટ્રીકટ જજ દ્વારા વિમોચન

રાજકોટ, તા.૨: રાજકોટમાં વર્ષ-૨૦૧૦માં યુવા લોયર્સ એસોસીએશનની સ્થાપના થયેલ છે ત્યારથી યુવા લોયર્સ એસોસીએશન સીનીયર જુનીયર વકીલોમાં ખુબજ લોકપ્રિય અને કાયમી કાર્યશીલ રહેલ યુવા વકીલોની સંસ્થા તરીકે કાર્યરત છે અને યુવા લોયર્સ એસોસીએશન દ્વારા રાજકોટ બાર એશો.ના આયોજીત કાર્યો તથા સમાજ ઉપયોગી કાર્યોમાં પણ પુરો સહયોગ આપવામાં આવી રહેલ છે. યુવા લોયર્સ એસોસીએશન દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં નવા વર્ષના કેલેન્ડર પ્રકાશીત કરવામાં આવે છે આ કેલેન્ડરમાં વકીલમીત્રો તથા અન્ય લોકોને ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ, બેંક રજાઓ, તીથી, ચોઘડીયા સહીતની અનેક વિગતો સાથેનું માહીતી સભર કેલેન્ડર જુદી જુદી બે સાઇઝમાં બહાર પાડવામાં આવે છે. સદરહું કેલેન્ડરનું વિતરણ જુદી જુદી સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશન, સામાજીક સંસ્થાઓમાં કરવામાં આવનાર છે.

વર્ષ-૨૦૧૯નું માહીતીસભર કેલેન્ડર રાજકોટના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી ગીતા ગોપીના હસ્તે વિમોચન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીકટ જજ સાહેબશ્રી દ્વારા યુવા વકીલોને માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને આ પ્રસંગે રાજકોટ બારના પુર્વ પ્રમુખ શ્રી પીયુષભાઇ શાહ, સરકારી વકીલશ્રી રક્ષીત કલોલા હાજર રહેલા હતા. યુવા લોયર્સ એસોસીએશનના પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન હેઠળ કન્વીનર હેમાંશુ પારેખ તથા અજય પીપળીયા, વિરેન રાણીંગા, આનંદ પરમાર, નિવીદ પારેખ, જગદીશ કુવાડીયા, નીશાંત જોશી, રીતેશ ટોપીયા, દર્શન ભાલોડી, સંજય ટોળીયા, ધવલ પડીયા, જયવિર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, મીલન જોષી, દીપ વ્યાસ, જીતેન્દ્ર ધુળકોટીયા, નીલ શુકલ, સતીષ હેરમા, જયપાલ સોલંકી વિગેરે સીનીયર જુનીયર વકીલો તથા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

સદરહું કાર્યક્રમને સફળ બનાવવા માટે નિમેષ કોટેચા, પ્રશાંત લાઠીગ્રા, જયકિશન છાંટબાર, તુષાર સોંડાગર, આનંદ સાકરીયા, મોહીત ઠાકર, જીગર નશીત, વિજય પટગીર, વીકી વ્યાસ, ચંદ્રેશ સાકરીયા, અજીત પરમાર, પ્રફુલ રાજાણી, રાહુલ મકવાણા, ધર્મેશ સખીયા, કલ્પેશ મોરબીયા, પારસ શેઠ, નીરજ કોટડીયા,  મહેશ ગમારા, ચીરાગ કુકરેચા, જય મગદાણી, ભાવીન બારૈયા, કિશન વાલ્વા, નીતીન શીંગાળા, નરેન્દ્ર અનડકટ, જય બુધ્ધદેવ, નીકુંજ મહેતા વિગેરે યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(4:00 pm IST)