Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

એમ.જી. હોસ્ટેલમાં ૨૫૦ છાત્રોને સ્પર્ધાત્મક પરિક્ષા માટે માર્ગદર્શન આપતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા

છાત્રોને વ્યસનોથી દૂર રહી સારા નાગરિક બનવા પણ સમજ આપી

રાજકોટઃ શહેરના ઝોન-૨ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ગઇકાલે અચાનક એમ. જી. હોસ્ટેલની મુલાકાત લીધી હતી અને સ્પર્ધાત્મક પરિક્ષાઓ બાબતે માર્ગદર્શન આપવા ખાસ સેમિનાર યોજ્યો હતો. જેમાં ૨૫૦ જેટલા છાત્રોએ ઉપસ્થિત રહી માહિતી મેળવી હતી. શ્રી જાડેજાએ છાત્રોને જણાવ્યું હતું કે જીવનમાં આવતાં જુદા-જુદા પ્રકારના સંઘર્ષ વખતે નાસીપાસ થવું જોઇએ નહિ અને ગેરમાર્ગે ન દોરવાવું જોઇએ. તેમજ અસામાજીક પ્રવૃતિઓ, વ્યસનોથી હમેંશા દુર રહેવા અને સમાજમાં સારા નાગરિક બની રહેવા તેમજ પોતાને અને સમાજને આગળ વધારવાની સમજ આપી હતી. આ પ્રસંગે ટીટીસી મનિષભાઇ ગઢવી અને સંચાલક શ્રી રૂપારેલીયા પણ હાજર રહ્યા હતાં.

(3:39 pm IST)