Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

આજી વસાહતના ખોડિયારનગરની કોળી સગીરાનું અપહરણઃ લાલા કોળી પર શંકા

બડે બાલાજી પાસે દવાખાનામાં કામ કરતી બાળાને બાજુની પાનની દૂકાનમાં કામ કરતાં લાલા સાથે ઓળખાણ હતીઃ થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી

રાજકોટ તા. ૨: આજી વસાહત ખોડિયારનગર-૯માં 'બ્રહ્માણી કૃપા' ખાતે મોમાઇ પાન સામે રહેતાં અને લોઠડા ગામે  શ્રી હાઇડ્રોલિક પ્રેસ નામના કારખાનામાં મજૂરી કરતાં દિલીપભાઇ મગનભાઇ સોલંકી (કોળી) (ઉ.૩૫)ની ૧૫ વર્ષ ૭ માસ અને ૨૬ દિવસની ઉમર ધરાવતી દિકરી કોમલ તા. ૩૧/૧૨ના સવારે છએક વાગ્યે ઘરેથી ગૂમ થતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવી છે. આ બાળાને કોઠારીયા રોડ ચોકડી ખોડિયાર માતાજીના મંદિર સામેની શેરીમાં રહેતો લાલો કોળી ભગાડી ગયાની શંકા દર્શાવવામાં આવતાં પોલીસે લાલા વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિલીપભાઇ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાને ત્રણ દિકરી છે જેમાં સોૈથી મોટી કોમલ છે. તે બેડ બાલાજી મંદિર પાસે આવેલા ડો. નરસિંહ પટેલના દવાખાનામાં છએક માસથી રિસેપ્શનીસ્ટ તરીકે નોકરી કરતી હતી અને સાથો સાથ ધોરણ-૧૧માં ભણતી પણ હતી. ૩૧મીએ સવારે છએક વાગ્યે પત્નિ અનિતાબેન ઉઠ્યા ત્યારે ઘરમાં દિકરી કોમલ જોવા ન મળતાં ડોકટરના દવાખાને જઇ તપાસ કરી હતી. તપાસમાં ખબર પડી હતી કે દવાખાનાની બાજુમાં આવેલી ડિલકસ પાન નામની દૂકાનમાં કામ કરતાં લાલા કોળી સાથે કોમલને પ્રેમસંબંધ હતો. આ લોકો પણ તેના ઘરે ન હોઇ તે ભગાડી ગયાની શંકા દ્રઢ બનતાં તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

પી.આઇ. એસ. એન. ગડ્ડુ અને ટીમે સગીર ગુમ થવાના કિસ્સામાં તાકીદે અપહરણનો ગુનો નોંધી શકદારની શોધખોળ શરૂ કરી છે.

(3:37 pm IST)